GUJARATTHARADVAV-THARAD
વજેગઢમાં પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ પરમાર દ્વારા શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિતે પ્રીતિ ભોજન

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના વજેગઢ ગામમાં પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ પરમાર દ્વારા થરાદના ધારાસભ્ય તેમજ વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિતે વજેગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાજપના જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, બનાસબેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, , ચારડા ગામના માજી સરપંચ મોહનભાઈ બોચિયા, વશરામ ભાઈ તલાટી,તેમજ ગામ ના લોકો શાળા ના આચાર્ય તથા તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક પ્રીતિ ભોજનનો લાભ લીધો હતો



