GUJARATJETPURRAJKOT

Rajkot: જી.બી.એસ.ની દર્દીને નવજીવન આપતી પી.ડી.યુ. હોસ્પિટલના તબીબોની ટીમ એક માસના લાંબા હોસ્પિટલવાસ બાદ હેમખેમ ઘરે પરત ફરતી જૂનાગઢની બાળકી

તા.૨૭/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જૂનાગઢની ૧૩ વર્ષની જુસ્સાદાર બાળકી ફલકને જી.બી.એસ.જેવી બીમારીથી બચાવવામાં પી.ડી.યુ.હોસ્પિટલની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

સામાન્ય બાળપણ માણી રહેલી ફલકને અચાનક જી.બી.એસ.ના ગંભીર હુમલાએ પરેશાન કરી મુકી હતી. વાયરલ ચેપને કારણે જી.બી.એસ.(પોસ્ટ વાઇરલ ગુલીયન બારી સીન્ડ્રોમ)વકર્યો હોવાથી ફલકના સ્નાયુઓ ઝડપથી નબળા પડી ગયા હતા અને તે ગંભીર સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. આથી ગત ૬ ઓગસ્ટના રોજ તેણીને પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે દાખલ કરવામાં આવી હતી. એક મહિનાની લાંબી સારવાર બાદ આ બાળકીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સમય દરમ્યાન ફલકની રીકવરીમાં મદદ કરનારા તમામ ડોકટરોએ ફલકની એક માસની સફર હૂંફાળી બનાવવામાં ખૂબ મદદ કરી છે. જી.બી.એસ.ને કારણે શ્વાસ લેવામાં તકલીફ થવાથી ફલકને વેન્ટિલેટરી સપોર્ટ પર મૂકવામાં આવી હતી. એક માસ સુધી ફલકને શ્રેષ્ઠ માનવીય સંભાળ અને તબીબી સારવાર પૂરી પાડવા માટે પી.ડી.યુ.હોસ્પિટલના ડોકટરોએ અથાક મહેનત કરી. તેણીનો પરિવારે પણ આ મુશ્કેલી દરમ્યાન પ્રેમ અને પ્રોત્સાહન પૂરું પાડી ફલકને નવજીવન આપવામાં ખૂબ મદદ કરી હતી. ફલકના માતા-પિતાએ હોસ્પિટલ સ્ટાફ અને તમામ મદદ કરનારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,“અમારા પરિવાર માટે આ અતિ પડકારજનક સમય રહ્યો છે, પરંતુ અમને મળેલી કાળજીપુર્વકની સરવાર અને લાગણી માટે અમે સરકારના આભારી છીએ.

આજે હોસ્પિટલમાંથી તેણીના ડિસ્ચાર્જ સાથે, ફલક ફાઝી તેના જીવનના આશા અને સંભાવનાઓથી ભરપૂર આંખોથી નવા અધ્યાયની શરૂઆત કરવા જઇ રહી છે. ફલક સતત ખીલે અને જીવનની બીજી તકનો મહત્તમ ઉપયોગ કરે તેવી શુભેચ્છા ટીમ પાઠવી રહી છે. પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તેમજ સરળતાથી સારવાર મળી રહે તે માટે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી તથા હોસ્પિટલનો તમામ સ્ટાફ સતત પ્રતિબધ્ધ છે. તેમ પી.ડી.યુ. હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!