GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૫.૨૦૨૪

૨૧ છોટા ઉદેપુર લોકસભા બેઠક મત વિસ્તારમા આવતી હાલોલ વિધાનસભા મત વિસ્તારમા આજે ૭ મે મંગળવારના રોજ મતદાન યોજાયું હતું જેમાં મતદારો આજે વહેલી સવારથી જ ઉત્સાહ પૂર્વક મતદાન કરવા મતદાન મથકો ઉપર ઉમટી પડયા હતાં જોકે વહેલી સવારના ૭ વાગ્યા થી બપોરના ૧ વાગ્યા સુધીમાં મતદારો નો મતદાન મથક પર ભારે ઘસારો જોવા મળ્યો હતો ત્યારબાદ ગરમી ના કારણે મતદારોનો પ્રવાહ ઘટતો ગયો હતો પરંતુ આટલી કાળજાળ ગરમી હોવા છતા પણ મતદારો તાપ મા પણ મત આપવા માટે મતદારો જોવા મળ્યા હતા.લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં શિસ્ટબંધ રીતે મતદાન કર્યું હતું.જોકે કોઈ અનિચ્છનીય બનાવ. ન બની તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની ૨૫ લોકસભા ની બેઠક પર મતદાન આજે ૭ મે મંગળવારના રોજ યોજવામાં આવી હતી.જે અંતર્ગત ૨૧ છોટા ઉદેપુર લોકસભાની બેઠકમાં આવતી હાલોલ વિધાનસભા મત વિસ્તારમા આજે મતદારો નો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.લોકસભાની હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં ૧,૪૩,૭૩૨ પુરુષ,૧,૩૫,૧૨૭ મહિલા તથા અન્ય ૬ મળી કુલ ૨,૭૮,૮૬૫ કુલ મતદારો નું મતદાન ૩૪૨ બુથ પર યોજાયું હતું જેમાં સમગ્ર મતદાનની કામગીરીમાં પ્રીસાઇન્ડિંગ પોલિંગ મહિલા પોલિંગ મળી કુલ ૧૭૧૦ આ મતદાન પ્રક્રિયામાં જોડાયેલા હતા જેમાં સવારે ૭ થી ૯ વાગ્યા સુધી ૫.૬૦ ટકા મતદાન થયું હતું જ્યારે ૯ થી ૧૧ વાગ્યા સુધી ૨૨.૮૯ ટકા જ્યારે ૧૧ થી ૧ વાગ્યા સુધીમાં ૩૯.૪૬ ટકા અને ૧ થી ૩ વાગ્યા.સુધીમાં ૫૧.૧૧ ટાકા મતદાન થયું હતું.જ્યારે ૩ થી ૫ વાગ્યા સુધીમાં ૬૪.૩૦ ટકા જ્યારે મતદાન પૂરું થયા બાદ કુલ મતદાન અંદાજીત ૬૯ ટકા થવા પામ્યું છે.વહેલી સવારથી જ મત આપવા માટે મતદાન મથક ઉપર ભારે ઉત્સાહ જોવા મળ્યો જેમાં સિનિયર સિટીઝન તેમજ વિકલાંગો પણ લોકશાહી ના પર્વની ઉજવણી કરવા માટે મતદાન મથકો હાથ લાકડી,ઘોડી તેમજ વ્હીલ ચેર જેવા સાધનો નો ઉપયોગ કરી મત આપવા જતા મતદારો જોવા મળ્યા હતા.હાલોલ વિધાન સભા મત વિસ્તારમાં ૮ જગ્યાએ મતદાન મથકો ના બુથો પર ઇવીએમ મશીન ખોટકાયા હતા જોકે સ્થળ પર ચૂંટણી અધિકારીઓ તાત્કાલિક ધોરણે ખોટકાયેલા મશીન ને દૂર કરી રિઝવ માં રાખેલા ઇવીએમ મશીન ને જોડી મતદાન ને ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યા હતા જોકે તે સમય દરમ્યાન મતદારોએ ઘણો સમય લાઈનમાં ઉભુ રેહવું પડ્યું હતું.જ્યારે સુરક્ષા કર્મી પણ મતદાતાઓને મદદરૂપ થયા હતા જેમાં હાલોલના એક મહિલા મતદાર ચાલી શકતા ન હતા તેથી તેઓને વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ વ્હીલ ચેરમાં સુરક્ષા કર્મીએ મતદાન મથકની અંદર લઇ જતા જોવા મળ્યા હતા.જ્યારે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે તેઓના પરીવાર સાથે કંજરી શાળા ખાતે મતદાન કર્યું હતું જેમાં કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર સહિત તેઓના પરિવારના લોકો મતદાન મથકે પહોચી મતદાન કર્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!