ARAVALLI

અરવલ્લી : મેઘરજ કસાણા ટ્રસ્ટની હોસ્પિટલમાં ‘આવો ગાવ ચલે’ હેઠળ IMAનો રોગ નિદાન કેમ્પ યોજાયો, 300 દર્દીઓએ લાભ લીધો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર patel

અરવલ્લી : મેઘરજ કસાણા ટ્રસ્ટની હોસ્પિટલમાં ‘આવો ગાવ ચલે’ હેઠળ IMAનો રોગ નિદાન કેમ્પ યોજાયો, 300 દર્દીઓએ લાભ લીધો


અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના કસાણા ગામમાં આવેલ સર દોરાબજી તાતા ટ્રસ્ટ હોસ્પિટલમાં રવિવારે ‘આવો ગાવ ચલે’ હેઠળ IMA દિલ્હી અને ગુજરાત રાજ્ય શાખા GSBના માર્ગદર્શન નીચે મોડાસા IMA દ્વારા નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 300થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં IMA મોડાસાની તમામ શાખાના તબીબોએ સેવા આપી હતી

આ અંગે IMA મોડાસાના પ્રમુખ ર્ડો.કેતન સુથાર અને સેક્રેટરી ચિરાગ દરજીએ જણાવ્યું હતું કે, કસાણા ગામે યોજાયેલા રોગ નિદાન કેમ્પમાં IMA મોડાસા શાખાના ફીજીશીયન, સર્જન, ગાયનેક, પીડિયાટ્રિશિયન,ઇએનટી સર્જન, ઓર્થોપેડિક સર્જન,ડર્મેટોલોજિસ્ટ, યુરોલોજીસ્ટ અને સાઇકિયાટ્રીક તેમજ જનરલ ફીજીશીયન અને ઓપ્થેલ્મોજીસ્ટ સહિતના તબીબીઓ 300 થી વધુ દર્દીઓને નિઃશુલ્ક નિદાન કરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ વધુ સારવારની જરૂર પડે તો તેમની હોસ્પિટલમાં સારવાર માટે બાંહેધરી આપી હતી ઇન્ડીયન મેડિકલ એસોસિએશન દ્વારા દત્તક લેવામાં આવેલ કસાણા ગામમાં દર મહિને મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!