JETPURRAJKOT

રાજકોટ જિલ્લાના વારસાને સાચવવા ઇન્ટેક સંસ્થા દ્વારા ‘હગ ધ હેરિટેજ’ સ્પર્ધાનું આયોજન

તા.૧૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

ઇતિહાસપ્રેમીઓ ૨૮ ફેબ્રુઆરી સુધીમાં ફોટો અથવા વિડીઓ મોકલી ભાગ લઈ શકશે

રાજકોટ જિલ્લાના સાંસ્કૃતિક વારસાની વિવિધતાની શોધ અર્થે ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજના (INTACH)ના રાજકોટ ચેપ્ટર દ્વારા ‘હગ ધ હેરિટેજ’ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુ અને મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાના માર્ગદર્શના હેઠળ સમગ્ર આયોજન કરાયું છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકો સ્થાનિક વારસા સાથે એક તસવીર ક્લિક કરી, તેના વિશે ૧૦૦થી વધુ શબ્દોમાં વર્ણન લખીને મોકલી શકે છે અથવા વારસાની વિગતો રજૂ કરતો ટૂંકો વિડિયો (૧ મિનિટથી ઓછો) બનાવી, તેના વિશે જાણકારી મોકલી શકે છે. સ્પર્ધકો તા. ૨૮ ફેબ્રુઆરી સુધીમાં પોતાનું નામ, હેરિટેજનું નામ અને વિગતો સાથે ફોટો અથવા વિડીઓ [email protected] અથવા ૭૮૫૯૯ ૩૩૭૯૧ ઉપર વોટ્સએપમાં મોકલી શકશે.

આ સ્પર્ધાના માધ્યમથી રાજકોટ જિલ્લાના ઇતિહાસપ્રેમીઓને જાહેર ઇમારતો, મહેલો, બજારો, ટાવર, ધાર્મિક સંસ્થાઓ, વનસ્પતિ, ઘાસના મેદાનો, વૃક્ષો, જળાશયો, પવિત્ર સ્થળો, કલાની વસ્તુઓ, ચિત્રકામ, પરફોર્મિંગ આર્ટસ, હસ્તકલા પરંપરા, કાપડ, રાંધણકળા પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે હેરિટેજના ફોટો અથવા વિડીઓ મોકલીને ભાગ લેવા સંસ્થાની યાદીમાં અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!