NANDODNARMADA

પોષણ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં નાટકો ભજવી લોક જાગૃતિ

પોષણ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં નાટકો ભજવી લોક જાગૃતિ

રાજપીપલા : જુનેદ ખત્રી

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અને આઇ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત કચેરી નર્મદા ( રાજપીપળા ) દ્રારા દેડીયાપાડા ગરૂડેશ્વર નાંદોદ તાલુકાનાં સુકવાલ,મુલકપાડા,ઝાંક,બલ,સામોટ,શીશા,કલતકર, ગોરા માંડણ,ઝરવણી,ભીલવસી,આમલી, ગાડિત ગામોમાં અમદાવાદની રાજુ જોષી ની “એઇડ્સ જન એવમ વિકલાંગ સેવા સંસ્થાન” નાં કલાકારો દ્રારા પોષણ અભિયાન અનુસંધાન “ સમજો તો સારૂ “નાટક તા.13/03/2023 થી તા.18/03/2023 સુધી ભજવેલ છે. જેમાં ગ્રામ્યકક્ષાએ સર્ગભા માતા અને શિશુ,સલામત પ્રસુતિ,પોષ્ટીક આહાર,અંઘશ્રધ્ધા,બેટી બચાવો-બેટી પઢાવો,રસીકરણ,આંગણવાડી માં સર્ગભા માતાની નોંઘણી ,બાળ આરોગ્ય,અન્ય વિષયો ની નાટક દ્વારા સમજુતી આપી હતી.

આઇ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત નર્મદા પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ,જીલ્લા કુપોષણ સલાહકાર રાઘીકા કાપસે,ડિસ્ટ્રીક કોર્ડીનેટર સુદામ ભાઇ વસાવા અને બ્લોક કોર્ડીનેટર સુરેશ વસાવા નાં માર્ગદર્શન થી આ પોષણ અભિયાન જન જાગૃતિ નાટક ક્રાર્યક્રમ સફળ રહ્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!