MORBI મોરબીના રફળેશ્વર મંદિર ખાતે આજે શ્રાવણ ના અંતિમ સોમવારે પૌરાણિક ભક્તોનું ઘોડાપુર..
MORBI મોરબીના રફળેશ્વર મંદિર ખાતે આજે શ્રાવણ ના અંતિમ સોમવારે પૌરાણિક ભક્તોનું ઘોડાપુર..
આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ સાથે સાથે સોમવતી અમાસનો પણ સંયોગ સર્જાતા શિવભક્તોઓએ શિવભક્તિની આહલેક જગાવી હતી. જેમાં આજે સોમવતી અમાસ નિમિત્તે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પવિત્ર કુંડમાં ધાર્મિક અને શાસ્ત્રોક્ત પરંપરા મુજબ લોકોએ શ્રદ્ધાભેર પિતૃતર્પણ કર્યું હતું. તેમજ અનેક શિવભક્તો આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે અને સોમવતી અમાસ નિમિતે શિવાલયોમાં ઉમટી પડી ભગવાન ભોળાનાથની આરાધના કરી
મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે લોકો ઉમટી પડ્યા હતા અને સોમવતી અમાસ નિમિતે લોકોએ શ્રદ્ધાભેર પિતૃતર્પણ કરીને ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. નાના મોટા શિવાલયોમાં ભક્તો ઉમટી પડીને શિવદર્શનનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. જો કે ઘણા શિવભક્તોએ આખો શ્રાવણ માસ એકટાણા-ઉપવાસ કરી તેમજ નિયત શિવ દર્શન કરીને શિવજીની ઉપાસના કરી હતી.