GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના તળાવની પાળ પાસેના રોડ ઉપર ગટરનું ગંદુ પાણ વહેતા સ્થાનિક રહીશો દ્વારા ચીફ ઓફિસરને રજુઆત.

તારીખ ૧૩/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર ત્રણ અને ચાર બોર્ડને અડીને આવેલા તળાવ પાળ તથા રબ્બાની મસ્જિદ અને નગરપાલિકા તરફ જવાના રસ્તા ઉપર વગર વરસાદે પાલીકાની બનાવેલ ગટરોની અનિયમિત સાફસફાઇના અભાવે અને ટુટી ગયેલ ગટરો લઇને રોડ ઉપર ગંદુપાણી ફરી વળતાં સ્થાનિક રહીશો દ્વારા આજરોજ નગરપાલિકાના ચીફ ઓફિસર લેખીત રજૂઆત કરવામાં આવી હતી અને લેખીત રજૂઆતમાં જણાવ્યા અનુસાર સ્થાનિકો ને અવરજવર માં ભારે પરેશાની થઈ રહી છે અનિયમિત સફાઇના અભાવે ગંદુ પાણી રોડ ઉપર સરિયામ વહે છે અને રોગચાળો ફેલાવવાની પણ શક્યતાઓ જણાઈ રહી છે આ નગરના મુખ્ય હાર્દસમા વિસ્તાર સતત હજારો લોકોથી ધમધમતા રબ્બાની મસ્જિદ મેન બજાર અને નગરપાલિકા આવેલા આ રોડ ઉપર રાહદારીઓ ને નાછૂટકે ગંદકીમાં થઈ ને પસાર થવાની ફરજ પડી છે ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા જવાબદાર તંત્ર પાસે એક જ માંગ છે કે તેમનાં વિસ્તારમાં નિયમિત સાફ સફાઇ કરાવે અને ટુટી ગયલી ગટરોનું મરામત કામગીરી કરીને જેથી કરીને ગંદુ પાણી રોડ ઉપર આવતું અટકે અને અવરજવર માં આસાની થાય તેમ છે અંતે તમામ સમસ્યાઓનો ઉકેલ વહેલીતકે લાવવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!