SURATSURAT CITY / TALUKO

Blood Donation : ૧૧૦૦ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોલીસ દ્વારા 9 હજાર યુનિટ રક્ત એકત્ર કરાયું

સુરત સહિત જિલ્લાના 1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ બનવા શહેર પોલીસ દ્વારા આજ રોજ 7માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં એક હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જેની સામે 9 હજાર યુનિટ રક્ત એકત્ર થયું છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં સુરત પોલીસ કમિશ્નર,પાલિકાના પદાધિકારી ઉપરાંત શહેર પોલીસના અન્ય અધિકારીગણ-સ્ટાફ સહિત સામાજિક સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરણાથી સુરત શહેર પોલીસ દ્વારા સુરત અને જિલ્લાના 1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દર મહિને ઉભી થતી બ્લડની જરૂરિયાતને પુરી કરવા શહેર પોલીસ દ્વારા દર મહિને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આ અન્વયે આજે 29 ઓક્ટોબરે  ડીંડોલી પોલીસ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં શહેર પોલીસના કર્મચારીઓ, સામાજિક સંસ્થાના યુવાનો અને અગ્રણીઓ દ્વારા રક્તદાન કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ થવાના ભગીરથ કાર્યમાં પોતાનો ફાળો આપ્યો હતો.

આ પ્રસંગે હાજર પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતુંકે શહેર અને જિલ્લામાં 1100 જેટલા બાળકો થેલેસેમિયાથી પ્રભાવિત છે. આ  બાળકોને મદદરૂપ બનવા ખાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  આહવાન કર્યું હતું. જેમની પ્રેરણાથી શહેર પોલીસ દ્વારા દર મહિને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ બનવા સામાજિક સંસ્થા,મંડળો અને અલગ અલગ સેકટરના સહયોગથી મેગા-બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું કે હમણાં સુધી છ જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે. આજે સાતમા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 1 હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક હતો અને 9 હજાર રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું છે. એકત્ર થયેલા આ રક્તથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દર મહિને ઉભી થતી બ્લડની જરૂરિયાત પુરી કરી શકાશે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!