AHAVADANGGUJARAT

સાપુતારા સજ્જડ બંધ બાદ રાજ્યસભાના નાયબ દંડક ગ્રામજનોને હૈયાપરત આપતા સાપુતારા ફરી ધમધમી ઉઠ્યું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે કાયમી ચીફ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડૉ ચિંતન વૈષ્ણવની ટૂંકા સમયમાં જ ભાવનગર ખાતે બદલી કરી દેવાતા માહોલ ગરમાયો હતો.સાપુતારા નવાગામનાં ગ્રામજનોએ સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીનાં તત્કાલીન ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી રદ કરવા માટે ડાંગ કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.સાથે બદલી રદ કરવામાં ન આવે તો તબક્કાવાર સાપુતારા સજજડ બંધ,રસ્તા રોકો આંદોલન સહિત લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.તેવામાં રાજ્ય સરકાર દ્વારા સાપુતારાનાં ચીફ ઓફીસર ડો ચિંતન વૈષ્ણવની બદલી રદ ન કરતા સાપુતારા નવાગામનાં ગ્રામજનો રઘવાયા બની સરકાર વિરુદ્ધ મોરચો માંડી બે દિવસ સુધી સાપુતારા સજ્જડ બંધ પાળ્યુ હતુ.પ્રવાસન સ્થળ સાપુતારા સોમવારે અને મંગળવારે સજ્જડ બંધ રહેતા અહી જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓની જગ્યાએ કાગડા ઉડી રહ્યા હતા.સાપુતારા ખાતે બે દિવસ સુધી તમામ લારી ગલ્લા સહિત એડવેન્ચર એક્ટિવિટી બંધ રહેતા જોવાલાયક સ્થળોએ સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.અને સાપુતારા બંધનાં પગલે પ્રવાસીઓની હાલાકી વધી હતી.સોમવારે અને મંગળવારે ફરવા આવેલ પ્રવાસીઓને પાણી કે નાસ્તો અથવા જમવાનું પણ ન મળતા વાતાવરણ તંગ બન્યુ હતુ. વધુમાં સાપુતારા નવાગામ ભાજપાને વરેલુ ગામ હોવા છતાંય અહી પ્રથમ દિવસે એક પણ આગેવાન ન ફરકતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો. તેવામાં  ગતરોજ ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ તથા ડાંગ જિલ્લાના ભાજપી આગેવાનોમાં કિશોરભાઈ ગાવીત,નિર્મળાબેન ગાઈન, સુભાસભાઈ ગાઈન તથા હરિરામભાઈ સાંવત,હિરાભાઈ રાઉતનાઓ સાપુતારા નવાગામ ખાતે દોડી જઈ ગ્રામજનો સાથે સંવાદ સાધી આશ્વાસન આપતા સાપુતારા સજ્જડ બંધનું એલાન 6 દિવસ માટે ટળી જવા પામ્યુ છે.ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાનાં દંડક વિજયભાઈ પટેલ દ્વારા સાપુતારા નોટીફાઇડનાં ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી રદ કરવા અંગે 12મી માર્ચનાં રોજ મુખ્યમંત્રીને રજુઆત કરશેની ગ્રામજનોને હૈયાધરપત આપતા મામલો થાળે પડ્યો છે.જેથી આજરોજ બુધવારથી ગિરિમથક સાપુતારા ખુલી જતા પ્રવાસીઓની ચહલ પહલ વધી છે.રાજ્યનું પ્રવાસન સ્થળ બે દિવસ બાદ ધંધા રોજગાર સાથે ફરી ધબકી ઉઠતા ફરવા આવેલ પ્રવાસીઓને રાહત મળી છે.બે દિવસ સજ્જડ બંધ બાદ ફરીવાર સુમસામ સાપુતારા ગુંજારવની સાથે ગુંજતુ બનતા જોવાલાયક સ્થળોની રોનક વધી જવા પામી છે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!