નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ 51માં રાણી દુર્ગાવતીજી રમતોત્સવમાં ઝળહળી….

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૫/૦૧/૨૦૨૬
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે ૫૧મો રાણી દુર્ગાવતીજી રમતોત્સવનો ભવ્ય આયોજન કરાયું હતું. આ રમતોત્સવ યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં યુનિવર્સિટી વિસ્તારની કુલ ૧૩૪ કોલેજોના ૧૮૧૨ વિદ્યાર્થીઓએ ભાગીદારી નોંધાવેલ હતી. જેમાં ૧૧૦૫ વિદ્યાર્થી ખેલાડીઓ અને ૭૦૭ વિદ્યાર્થીની ખેલાડીઓનો સમાવેશ થાય છે. રમતોત્સવમા ભાગ લીધેલ તમામ ખેલાડીઓ ભારતીય પરંપરા પ્રમાણે પંગતમા નીચે બેસીને જમનાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જે આ રમતોત્સવ દરમ્યાન વિશેષ આકર્ષણ બન્યું છે. આ રમતોત્સવ તા-૨૧ થી ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ એમ કુલ ચાર દિવસ માટે યોજવામાં આવ્યો હતો
જેમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના આચાર્ય ડૉ. જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ ૨૬ વિદ્યાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના ૫૧માં રાણી દુર્ગાવતીજી રમતોત્સવમાં ભાગ લીધો હતો. જેમા લાંબી કુદ સ્પર્ધામાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગની ગામિત ઋત્વિકાબેન દિનેશભાઇએ લાંબી કૂદ અને ટ્રિપલ જમ્પમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, અને કોલેજની એક સદા-વિશ્વસનીય સ્ટાર ખેલાડી તરીકેનો વારસો ચાલુ રાખ્યો હતો. તેમજ તોફીક પઠાણે પણ ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીતીને કોલેજના ગૌરવ અને સિદ્ધિઓમાં વધારો કર્યો. ખેલકૂદ ધારાના અધ્યક્ષ નિખિલ તમંચે અને ઉપાધ્યક્ષ ડૉ.મોનિકા શાહે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા હતા. સમગ્ર કૉલેજ પરિવારે સહયોગી બની વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.



