AHAVADANGGUJARAT

વધઈ પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો, મહારાષ્ટ્રથી ચોરાયેલા બે પીકઅપ વાન સાથે બે શખ્સો ઝડપાયા..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા મિલકત સંબંધીત ગુનાઓ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત વધઈ પોલીસને મોટી સફળતા મળી છે.વઘઇ પોલીસની ટીમે મહારાષ્ટ્રના વની અને સુરગાણા વિસ્તારમાંથી ચોરાયેલા બે પીકઅપ વાન સાથે બે રીઢા તસ્કરોને ઝડપી પાડી કુલ ₹૪.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.વધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.ચાવડા અને તેમની ટીમ વધઈ-આહવા રોડ પર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક પીકઅપ વાન (નંબર: MH-15-EG-2850) ને રોકી તપાસ કરતા ચાલક પાસે કોઈ દસ્તાવેજો મળી આવ્યા નહોતા. ‘ઈ-ગુજકોપ’માં સર્ચ કરતા આ વાહન અન્ય વ્યક્તિના નામે હોવાનું ખુલ્યુ હતુ.કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ વાહન મહારાષ્ટ્રના વની ખાતેથી ચોર્યું હતું.વધુ તપાસમાં આરોપીઓએ અંદાજે બે મહિના પહેલા સુરગાણા પેટ્રોલ પંપ પરથી અન્ય એક પીકઅપ વાન (નંબર: MH-42-M-7630) ચોર્યું હોવાની પણ કબૂલાત કરી હતી, જે પોલીસે પીપલગાવથી રિકવર કર્યું છે.મુખ્ય આરોપી ચંદ્રકાંત જાદવનું પોતાનું પીકઅપ વાન અકસ્માતમાં ‘ટોટલ લોસ’ થઈ ગયું હતું. ઇન્સ્યોરન્સ પાસ ન થતા અને રિપેરિંગનો ખર્ચ ₹૪ લાખ જેવો આવતો હોવાથી, તેણે પોતાના વાહનના સ્પેરપાર્ટ્સ બદલવા અને લોનના હપ્તા ભરવાના હેતુથી અન્ય વાહનોની ચોરી કરવાનું શરૂ કર્યું હતુ.વઘઇ પોલીસે  ચંદ્રકાંત બાળુભાઈ જાદવ (ઉં.વ. ૩૧, રહે. સૂર્યગઢ, સુરગાણા, જિ. નાસિક) અને મનોજ સંજય ભોયે (ઉં.વ. ૨૩, રહે. કરંજલી, સુરગાણા, જિ. નાસિક) ની અટકાયત કરી છે.તેમજ પીકઅપ વાન (MH-15-EG-2850) – કિંમત ₹૩,૪૦,૦૦૦/- તથા પીકઅપ વાન (MH-42-M-7630) – કિંમત ₹૧,૪૦,૦૦૦/- તથા સ્માર્ટ ફોન (૨ નંગ) – કિંમત ₹૧૫,૦૦૦/- એમ મળી કુલ કિંમત ₹૪,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ પોલીસે આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Check Also
Close
Back to top button
error: Content is protected !!