NAVSARI

નવસારી:શ્રીજી ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ ખડકાળાનું દશાબ્દી મહોત્સવ વાંસદા ખાતે ઉજવાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ ખડકાળા ગામે આવેલ શ્રીજી ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ,ખડકાળાનાં ત્રિવિધ કાર્યક્રમ સાથે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કુંકણા સમાજ ભવન વાંસદા ખાતે કરવામાં આવી.
આરોગ્ય અને રોજગારલક્ષી અભ્યાસક્રમો ચલાવતી આ સંસ્થા મારફતે ૧૦૦ ટકા જોબ પ્લેસમેન્ટ અપાવી દશ વર્ષની જ્વલંત સફળતાના પ્રવાસની સિધ્ધિને સમૃતિપટલે અંકિત કરવા  ખડકાળા અને વલસાડ સંસ્થાના તાલીમાર્થીઓએ કોરીઓગ્રાફર વિના સ્વયં પ્રેકટીસ કરી 22 જેટલી કૃતિઓમાં-આદિવાસી નૃત્ય, કપલ ડાન્સ, માઈમ  ડાન્સ, ગ્રુપ ડાન્સ, ગરબા, ફ્રેન્ડશીપ થીમ સોંગ સાથે થીમ વાઈઝ કેન્સર જાગૃતિના કાર્યક્રમ સહિત સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆતે સૌના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે તાલીર્થીઓએ પોતાના અભિપ્રાય રજુ કરી, તાલીમ દરમિયાન મળતી સુવિધા અને તાલીમની સફળતાની વાતો દર્શાવી, ઈન્સ્ટિટ્યૂટ  માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આજના સમારંભમાં ડો. રમેશભાઈ પટેલ, ઉદિત હોસ્પિટલ, ડો.સુનીલભાઈ પટેલ, શ્રદ્ધા હોસ્પિટલ, અગ્રણી સામાજિક કાર્યકર શ્રીમતી પ્રીતિબેન શર્મા, શ્રી રામક્રિશ્ના સંવેદના ટ્રસ્ટ,સીતાપુરના શ્રી નિકુંજભાઈ દેસાઈ, શૈક્ષણિક સેવાકીય સમાજ સેવક અને  હેલ્પીંગ હેન્ડ્સ સહિત અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા શ્રીરસિકભાઈ સુરતી, રેડ્ક્રોસ સોસાયટીના સેક્રેટરી અને વાંસદા બાર એસોસિએશન શ્રી પ્રદ્યુમનભાઈ સોલંકી, સમન્વય ગ્રુપ વતી શ્રી મગનભાઈ પટેલ,  શ્રીધર્મેન્દ્રસિંહ સોલંકી, સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ શ્રીઘનશ્યામભાઈ વ્યાસ તથા સુરતથી ઉપસ્થિત રહેલા મ ન પા ના નિવૃત્ત આરટીઆઈ સેલ ક્લાસ વન ઓફીસર અને સમારંભના અધ્યક્ષ ભાનુમતિ ભાસ્કરભાઈ વૈદ્ય, શ્રી મુકેશભાઈ શર્મા સહિત અગ્રણી મહાનુભાવોએ  હાજર રહી  કાર્યક્રમની શોભા વધારી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
સંસ્થા તરફથીવર્ષ દરમ્યાન  થયેલ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર મહેમાનોના હસ્તે વિતરણ કરાયા. સાથે મહેમાનોએ પોતાના વક્તવ્યમાં સંસ્થામાં થતી જીવન ઘડાતર અને બાળકોના સર્વાગીણ વિકાસની પ્રવૃત્તિની પ્રશંસા કરી,100 ટકા જોબ પ્લેસમેન્ટની વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા. અને દવાખાના- હોસ્પિટલ- આરોગ્યક્ષેત્રે સેવાકાર્યરત તાલીમાર્થીઓએ અભિનંદન  પાઠવ્યા હતા.
અગ્નિની સાક્ષીએ સંસ્થાના પ્રિયંકા મેડમ એ સંચાલન કર્યું હતું. અને દરેક તાલીમાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી. આભાર દર્શન બીનીતા મેમ વલસાડ અને આવકાર પ્રવચન સંસ્થાના સ્થાપક શ્રી અતુલભાઈ બ્રહ્મભટ્ટએ કર્યું હતું.
આ સાથે સંસ્થાની પ્રવૃત્તિઓનો પ્રગતિ અહેવાલ  સંસ્થાના પ્રિન્સીપાલ શ્રી ગૌરવકુમાર બ્રહ્મભટ્ટએ રજુ કર્યો.
સાથે સ્લાઈડ સો મારફતે કાર્યનું, પ્રસંગોની બોલતી તસ્વીર  રજૂ કરાઈ.સમગ્ર સમારંભ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના સ્ટાફ  તન્વી રાઠોડ,વૈશાલી રાઠોડ,સેજલ ટંડેલ,હેત્વી પટેલ અને ઉર્વી પરમારે ખુબ જહેમત ઉઠાવી હતી. સમારંભનું  સંચાલન શ્રીમતિ આશાબેન સોલંકી તથા ધનલક્ષ્મીબેન પટેલે  કર્યું. સાથે  સમન્વય ગ્રુપ, વાંસદાની સાથે વલસાડ ના નિવૃત્ત આર.એફ.ઓ શ્રી હ.વી.યાગ્નિક તથા વિનાયકા ગ્રુપ ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ વગેરેના શુભેચ્છાપત્રનું વાંચન પણ થયુ હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!