MODASA

અરવલ્લી : સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજી અધિકારીઓ અને નેતાઓએ સસ્તી પ્રસિદ્ધિ તો મેળવી હતી પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ!!

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજી અધિકારીઓ અને નેતાઓએ સસ્તી પ્રસિદ્ધિ તો મેળવી હતી પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ!!

મોડાસા શહેર માં પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં વિલંબ થતો હોવાથી કોંગ્રેસ દ્વારા રજુઆત કરાઈ.

રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને લોકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

અરવલ્લી જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગત 18 જાન્યુઆરી 2025ના રોજ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મંત્રી અને કલેકટર દ્વારા લોકોને પ્રોપર્ટીકાર્ડ અંગે લાભ જણાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત લોકોને ખોટી ભ્રામક અફવાઓથી દૂર રહેવા પણ સૂચન કરવામાં આવ્યુ હતું.પરંતુ મોડાસા શહેર માં પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં વિલંબ થતો હોવાથી મોડાસા નગરપાલિકાના વિરોધ પક્ષ ના નેતા હુસેન ખાલકની આગેવાનીમાં તેમણી ટીમે અરવલ્લી જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરાઈ છે.અરજદારોને સીટી સર્વે અને ડી.એલ.આર કચેરીના ધરમ ધક્કા ખાવા મજબુર કરવામાં આવી રહ્યા હોવાનો પણ અરજદારો બળાપો વ્યક્ત કરી રહયા છે.પ્રોપર્ટી કાર્ડ કઢાવવા મજબુર બનેલા અરજદારો અને અધિકારીઓ વચ્ચે ગુલાબી નોટો ની કડી રૂપ બની રહેતા અનઅધિકૃત દલાલો પણ સક્રિય બન્યા હોવાનું સ્પષ્ટ પણે જોવા મળી રહ્યુ છે.પ્રોપર્ટી કાર્ડ સમયસર મળી ન રહેતા પ્રોપર્ટી પર લોન મેળવવા,બાંધકામ રજા ચીઠી મેળવવા,મિલકત વેચાણ સહીત ના કામોમાં મુશ્કેલી અનુભવતા શહેરીજનો મોડાસા નગરના હજારો મિલ્કત ધારકો ની મુશ્કેલી દૂર કરવા અરજદારો ને સાચું માર્ગદર્શન પૂરું પાડી કચેરીઓમાં ધામા નાખી પડ્યા પાથર્યા રહેતા અનાધિકૃત દલાલોના હાથે લૂંટાતા બચાવવા કલેકટરને રજુઆત કરાઈ છે.

Back to top button
error: Content is protected !!