JETPURRAJKOT

‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ના આયોજન અંગેની બેઠક કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ

તા.૯ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજયભરમાં જળસંચયની કામગીરીને વેગ આપવા માટે રાજય સરકાર દ્વારા આગામી દિવસોમાં ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ અંતર્ગત વર્ષાઋતુ પહેલા લોક ભાગીદારીથી જળ સંચયની કામગીરી સબંધિત સરકારી વિભાગોના સંકલનથી કરવામાં આવશે, જેના રાજકોટ જિલ્લાના આયોજન અંગેની બેઠક કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

કલેક્ટરશ્રીએ ખેતતળાવ, તળાવો, ચેકડેમો, નદી વગેરેની સફાઈ કરી વધુને વધુ જળ સંગ્રહ માટે સૂચના આપી હતી. તથા જળાશયો ઊંડા કરવા, ફિલ્ટર પ્લાન્ટની સફાઈ કરવા, ગ્રામ પંચાયતની ટાંકીઓ અને ઓવર હેડ ટેંકની સફાઈ કરવા અને તેના મોનીટરીંગ કરવાની સૂચના અધિકારીઓશ્રીઓની આપી હતી. વન વિભાગને રોડ સાઈડ પ્લાન્ટેશન કરી ગ્રીન કવર વધારવાની સૂચના અપાઈ હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, પ્રાંત અધિકારી સર્વશ્રી કે જી ચૌધરી, રાજેશ આલ, વિવેક ટાંક, એક્ઝિક્યુટીવ ઈજનેર સિંચાઈ યોજના પ્રેક્ષા ગોસ્વામી, એક્ઝિક્યુટીવ ઈજનેર ચાંદની ગણાત્રા, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી હંસાબેન મોકરીયા, તથા સંબંધિત અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!