MEHSANAVIJAPUR

મહેસાણા જિલ્લાની ૮,૧૩૪ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાના હુકમપત્ર વિતરણ કરાયા

મહેસાણા જિલ્લાની ૮,૧૩૪ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાના હુકમપત્ર વિતરણ કરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં આવેલી વ્હાલી દીકરી યોજના અંતર્ગત મહેસાણા જિલ્લાની ૮,૧૩૪ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાના હુકમપત્રો વિતરણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તારીખ ૦૨/૦૮/૨૦૧૯થી અમલમાં મૂકવામાં આવેલી આ યોજના પૈકી આ તારીખે અને આ તારીખ બાદ જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ લાભ મળવાપાત્ર છે.
મહેસાણા જિલ્લામાં તાલુકાવાર જોઈએ તો મહેસાણામાં ૧૬૭૪, વિસનગરમાં ૧૨૩૧, કડીમાં ૧૦૩૩,વિજાપુરમાં ૧૧૭૪, ઊંઝામાં ૭૮૮ ,જોટાણામાં ૨૩૦, બેચરાજીમાં ૨૫૧, સતલાસણામાં ૪૯૪ , ખેરાલુમાં ૬૪૧, વડનગરમાં ૬૧૮ થઈને જિલ્લામાં કુલ ૮૧૩૪ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળેલો છે .તેઓને આ યોજનાના હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત દિકરીને પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૪૦૦૦ ની સહાય, દીકરી ધોરણ નવમાં ધોરણમાં આવે ત્યારે રૂપિયા ૬૦૦૦ની સહાય અને દીકરી ૧૮ વર્ષની વય વટાવે ત્યારે તેને રૂપિયા એક લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. તેના લગ્ન પ્રસંગ માટે આ યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવે છે આમ આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂપિયા ૧.૧૦ લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે તાલુકા સ્થળે જિલ્લા પંચાયત હસ્તકની તાલુકા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની કચેરી ખાતેથી આ યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્ય મેળવી શકાય છે. સંકલિત બાળ યોજના દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી પણ આ યોજનાનું ફોર્મ વિના મૂલ્ય મળે છે. તેમજ ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલની કામગીરી કરતા વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર પાસેથી પણ વિનામૂલ્યે આ યોજનાનું અરજી ફોર્મ મળી શકે છે. આ માટે અરજદારે સંબંધિત લાગુ પડતા સ્થળે સંપર્ક કરવો જોઈએ એમ મહેસાણા જિલ્લા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર મહેસાણાના અધિકારીશ્રી મેઘાબેન ગોસ્વામી જણાવે છે.
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે .આ સહાય એ એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
• દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
• દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
• દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!