GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા રાધનપુર રોડ પર પસાર થતા સીનીયર સીટીઝન પાસેથી બે લાખ ની લૂંટ કરી ફરાર આરોપીઓને એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા

મહેસાણા રાધનપુર રોડ પર પસાર થતા સીનીયર સીટીઝન પાસેથી બે લાખ ની લૂંટ કરી ફરાર આરોપીઓને એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા રાધનપુર રોડ ઉપરથી પસાર થતા સીનીયર સીટીઝન ને રિક્ષામાં બેસાડી બુટ્ટાપાલડી સીમ માં લઇ જઇને રોકડ તેમજ સોનાની ચેન વીંટી મોબાઈલ સહિત રૂપિયા બે લાખ ની લૂંટ કરી ફરાર થયેલ આરોપીઓ ને તાલુકા પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડીને મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ દ્વારા મહેસાણા તાલુકામાં બનતા ચોરીના બનાવો તેમજ મિલ્કત સબંધી થતા કેસોનો નિકાલ લાવવા અને અસરકારક કામગીરી કરવા ની આપેલી સૂચના મુજબ પેટ્રોલીંગ કરતા જુદીજુદી ટેકનોલોજીનો ઉપયોગ કરી સીસી ફૂટેજ ઉપરથી લૂંટ માં વપરાયેલ રીક્ષા નો નમ્બર જીજે 02 વાય.વાય 9410 ઉપરથી તપાસ કરતા ત્રણ ઈસમો ગણપતજી જેન્તીજી ઠાકોર તેમજ રોનક સુરેશભાઈ ભંગી તેમજ વિજયજી દિલીપજી ઠાકોર ને ઝડપી રીક્ષાનો કબ્જો મેળવી મોબાઈલ સોનાની ચેન વીંટી સહિત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!