દુધિયા PHCની જ્ઞાનદીપ હાઈસ્કૂલ ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત આયુષ્માન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત એડોલેસન હેલ્થ ડે નો યોજાયો કાર્યક્રમ
AJAY SANSIJuly 10, 2025Last Updated: July 10, 2025
3 1 minute read
તા.૧૦.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:દુધિયા PHCની જ્ઞાનદીપ હાઈસ્કૂલ ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત આયુષ્માન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત એડોલેસન હેલ્થ ડે નો યોજાયો કાર્યક્રમ
દેવગઢ બારીયા તાલુકાના દુધિયા PHCની જ્ઞાનદીપ હાઈસ્કૂલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત માર્ગદર્શન હેઠળ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી , અને આર.સી.એચ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર આર.કે.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત આયુષ્માન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત આઈ.ઈ. સી. એક્ટિવિટી અને એચ.બી. ટેસ્ટિંગ, સિકલ સેલ ટેસ્ટિંગ કાર્યક્રમ મેડિકલ ઓફિસરના સહકારપથી પી.એસ.સી દુધિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.પોષણયુક્ત આહાર વિશે સમજૂતી આપવામાં આવી એનિમિયા તેમજ આર્યનફોલિકની ગોળીઓ વિશે સમજૂતી આપવામાં આવી માસિક દરમિયાન થતી તકલીફો તેમજ માસિક સ્વચ્છતા વિશે સમજૂતી આપવામાં આવી સિકલસેલ / એચ આઈ વી /ટી બી વિશે સમજૂતી આપવામાં આવી હતી. અને રોડ સેફટી વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. લગ્ન કરવાની ઉંમર વિશે સમજૂતી આપવામાં આવી હતી.અને એચ.બી ટેસ્ટિંગ તેમજ સિકલ સેલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ઉપરાંત તમામ કિશોરોને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ,ટીબી નિયંત્રણ કાર્યક્રમ, લેપ્રસી ,મેલેરિયા જેવા આરોગ્ય કાર્યક્રમ વિશે પણ સમજૂતી આપવામાં આવી. એડોલેસન કાઉન્સિલર દ્વારા તમામ પિયર એજ્યુકેટરને આર. કે. એસ. કે પ્રોગ્રામ અને એજ્યુકેટર ની ભૂમિકા તેમજ ગૌરવી દિવસ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમને પી.એચ.સી. મેડિકલ ઓફિસર, MPHS, MPHW, FHW, CHO, Adolescent counsellor તેમજ તમામ શાળાનો સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
Sorry, there was a YouTube error.
AJAY SANSIJuly 10, 2025Last Updated: July 10, 2025