અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અરવલ્લી દ્વારા સન્માન સમારંભ યોજાયો
મેઘરજ તાલુકા ના લીંબોદરા પ્રા. શાળા ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારંભ યોજાયો કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 10 મા 75 % ઉપર 47 બાળકો અને ધોરણ 12 મા 50 જેટલા બાળકો 80% ઉપર હોય તેવા બાળકો નુ સન્માન કરવામાં આવ્યું તેમજ બાળકો ને પ્રમાણપત્ર તેમજ ફાઈલ આપી સન્માન કરવામાં આવ્યું તથા 21 નવીન નોકરી લાગેલ ને પ્રમાણપત્ર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું જે પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમા પૂર્વ ધારાસભ્ય ભીખીબેન, ભીખાજી ઠાકોર, ગુલાબસિંહ ખાંટ, બીસી રાઠોડ,જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન તેમજ આજુબાજુ ના ગ્રામજનો સહીત સન્માનિત કરવામાં આવેલ યુવાનો સહીત બહેનો ઉપસ્થિત રહ્યા હતા




