GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રાધે ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા અનાથ અને દિવ્યાંગ ૧૧ દીકરીઓના સમૂહલગ્ન કરાશે

મોરબી રાધે ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા આગામી તા.18 એપ્રિલે દિવ્યાંગ, અનાથ તથા જરૂરિયાતમંદ 11 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં પણ આવી દીકરીઓને ફોર્મ ભરવા અપીલ કરવામાં આવી છે.

રાધે ક્રિષ્ના ફાઉન્ડેશનના ગેલાભાઈ હિન્દુભાઈ ડાભી અને ભુરાભાઈ ડાભી દ્વારા છેલ્લા ચાર વર્ષથી જરૂરિયાતમંદ દીકરીઓ, દિવ્યાંગ દીકરીઓ તથા માતા-પિતા વગરની દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. તા. 18 એપ્રિલના રોજ સમૂહ લગ્ન નક્કી કરવામાં આવ્યા છે. જેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો અંધ, અપંગ, દિવ્યાંગ, માતા-પિતા વગરની દીકરીઓના લગ્ન ધામધૂમથી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. કરિયાવર, ભોજન, ચા-પાણી વગેરેનું પણ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

આયોજક ટીમમાં મનીષભાઈ ગમારા, વિનુભાઈ પોપટ, દાનાભાઈ બાંભવા, ચંદુભાઈ ડાંગર, ભરતભાઈ બુધદેવ, કિરીટભાઈ લીંબડ, કવાભાઈ ગોલતર, હેમંતભાઈ શેઠીયા, રાજુભાઈ ચાવડા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ કાર્યમાં બોલબાલા ટ્રસ્ટ પણ સેવા આપી રહ્યું છે. સમગ્ર આયોજન કુવાડવા રોડ ઉપર જય ગોપાલ ખાતે કરવામાં આવનાર છે. વધુ વિગત માટે 6355274231 તથા 9081250376 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!