NANDODNARMADA

રાજપીપળાની મુથુટ માઈક્રોફિન લિમિટેડ કંપનીના ફિલ્ડ ઓફિસરે ગ્રાહકોના ૧૦.૫૧ લાખ ચાંઉ કર્યાની ફરિયાદ નોંધાઈ

રાજપીપળાની મુથુટ માઈક્રોફિન લિમિટેડ કંપનીના ફિલ્ડ ઓફિસરે ગ્રાહકોના ૧૦.૫૧ લાખ ચાંઉ કર્યાની ફરિયાદ નોંધાઈ

આરોપીએ મહિલાઓ પાસે લોન અને હફતાની રકમ ઉઘરાવી બ્રાંચમાં જમાં નહિ કરાવી છેતરપિંડી કરી

બોક્ષ.
એક વર્ષ જેટલા સમય સુધી હફતા અને લોનની રકમ બ્રંચમાં જમાં થય નહિ આ વાત ઉપરી અધિકારીઓ ને ધ્યાને કેમ ના આવી ??? શું કોઈ અન્ય કર્મચારી પણ આ ગુનામાં સામેલ હસે ??? લોક ચર્ચા ની તપાસ બાદ સત્ય બહાર આવશે …

રાજપીપળા: જુનેદ ખત્રી

રાજપીપળાની મુથુટ માઈક્રોફિન લિમિટેડ કંપનીના ફિલ્ડ ઓફિસરે ગ્રાહકોના ૧૦.૫૧ લાખ ચાંઉ કર્યાની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે ત્યારે પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે

સમગ્ર મામલો એમ છે કે આરોપી યોગેશભાઈ સુકલભાઈ વસાવા રહે.ગભાણ ફળિયું વાગેથા તા.નાંદોદ જી.નર્મદા નાઓ રાજપીપલા સુર્યા પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ મુથુટ માઈક્રોફિન લિમિટેડ કંપનીની બ્રાન્ચ ઓફીસમાં ફિલ્ડ ઓફીસર ની હેસીયતથી ફરજ બજાવતો હતો જેણે તેના ફિલ્ડ એરીયાના કુલ- ૩૮ મહિલા ગ્રાહકો પાસેથી તા.૦૧/૦૧/૨૦૨૨ થી તા.૨૮/૦૨/૨૦૨૩ સુધીમાં કુલ રૂ.૧૦,૫૧,૪૪૯/- (અંકે રૂપિયા દશ લાખ એકાવન હજાર ચારસો ઓગણપચાસ હજાર પુરા) જે લોનના હપ્તા પેટે તથા અમુક મહિલા ગ્રાહકોને મળેલ લોનની રકમ પુરેપુરી જે મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમના મહિનાના ભરવાના થતા હપ્તા પોતે ભરી દેશે તેવો દિલાશો આપી ઉઘરાવી લઈ રાજપીપલાની મુથુટ માઈક્રોફિન લિમિટેડ કંપનીની બ્રાન્ચ ઓફીસમાં જમા નહિ કરાવી પોતાના અંગત કામમાં ઉપયોગ કરી કંપની તથા કંપનીના ગ્રાહકો સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી ગુન્હો આચરતા રીજીઓનલ મેનેજરે ફિલ્ડ ઓફિસર સામે ફરિયાદ નોંધાવી છે

જોકે એક વર્ષ જેટલા સમય સુધી મહિલાઓની લોનના હફતા અને લોનની રકમ બ્રંચમાં જમાં થઇ નહિ આ વાત ઉપરી અધિકારીઓ ને ધ્યાને કેમ ના આવી ??? શું કોઈ અન્ય કર્મચારી પણ આ ગુનામાં સામેલ હસે ??? તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે તપાસ બાદ સત્ય બહાર આવશે પરંતુ વાત્સલ્યમ્ સમાચાર પોતાના વાચક મિત્રોને ધોખાધડી અને છેતરપિંડીથી બચવા માટે સાવધાન કરે છે અને બેંક તથા ફાઇનાન્સમાં રોકડ વ્યવહાર પોતે જાતે કરવાનો આગ્રહ રાખે તેવી અપીલ કરે છે …

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!