KHEDBRAHMASABARKANTHA

જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીની અધ્યક્ષતામાં ૧૯ જૂન વિશ્વ સિકલસેલ દિવસ ઉજવાયો

જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીની અધ્યક્ષતામાં ૧૯ જૂન વિશ્વ સિકલસેલ દિવસ ઉજવાયો

**************

સમગ્ર વિશ્વમાં ૧૯ જુન- વિશ્વ સિકલસેલ દિવસ’ તરીકે ઉજવાય છે ખેડબ્રહમા ટાઉન હોલ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘીરજભાઈ પટેલની અધ્યક્ષતામાં ખેડબ્રહમા, પોશીના તથા વિજયનગર તાલુકાની સગર્ભા બહેનો અને સિકલસેલ રોગના દર્દીઓની ઉપસ્થિતીમાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી અંતર્ગત સિકલસેલના દર્દીને રોગની અંતર્ગત જાણકારી, શરીરના અંદર સિકલ સેલના કારણે થતી બીમારી અને સિકલ સેલની ગંભીરતા જણાવવા માટે આરોગ્ય શાખા સાબરકાંઠા જિલ્લા પંચાયત ધ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલે જણાવ્યું કે આદિજાતી વિસ્તારના ભાઇઓ-બહેનો અને બાળકોએ આ રોગ સંદર્ભે વિશેષ કાળજી લેવી જરૂરી છે, આરોગ્ય શાખા ઘ્વારા આપણા વિસ્તારમાં જરૂરી ક્રિનીંગની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આપણા સ્થાનીક પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, અને લોક આગેવાનોએ આગામી પેઢીને આ રોગથી બચાવવા જરૂરી જન જાગૃતિ અભિયાન ચલાવવા માટે હું સહુ ને આહવાન કરું છું. આપણે નવ યુવકો અને નવ યુવતિઓએ લગ્ન પહેલા માત્ર જન્માક્ષર મેળવવા જરૂરી નથી પરંતુ સિકલસેલ રોગ સંબંધીત જરૂરી તપાસ અને લેબોરેટરી પણ એટલીજ જરૂરી છે.

આ કાર્યક્રમમાં સ્થાનીક રોગગ્રસ્ત દર્દીઓએ પોતાને થયેલ બીમારી અંગે ઉપસ્થીત સર્વેને જાણ કરી આ રોગથી બચવા માટે તેઓ શું કરી શકે ? તે અંગે પોતાના અંગત મંતવ્ય જણાવ્યા હતા. બહેડીયાના સરપંચ શ્રીમતી મણીબેન સોલંકીએ સિકલસેલ રોગ અંતર્ગત પોતાના વિસ્તારના લોકોને શું કાળજી રાખવી તે અંગે માર્ગદર્શીત કર્યા હતા.

આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતીના ચેરમેનશ્રી શંકરભાઈ બેગડીયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી સોનલબેને વિષયાનુરૂપ ઉદબોદન કર્યું હતું.

ખાનગી તબીબ ડૉ.કીંજલભાઈ સોલંકી (સંજીવની હોસ્પિટલ ખેડબ્રહમા)એ ઉપસ્થિત રહી સિકલસેલ રોગ સંદર્ભે ઉપસ્થિત સહુને માર્ગદર્શીત કરી તેઓશ્રીએ જણાવેલ કે આઈ.એમ.એ. ખેડબ્રહમાની ટીમ ધ્વારા સિકલસેલ અંતર્ગત જરૂરી કામગીરી કરવામાં આવે છે. અમારી ટીમે તાલુકાના બહેડીયા ગામે સિકલસેલ તેમજ અન્ય આરોગ્યલક્ષી વિષયો પર જરૂરતમંદ લાભાર્થીઓને સેવા આપવા પરતો પ્રયાસ કરેલ છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કિશોરસિંહ ચારણે જણાવ્યું કે અંતરિયાળ આદિવાસી પછાત વિસ્તારમાં આ રોગના દર્દીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ રોગને આપણે મટાડી શકતા નથી પરંતુ લગ્ન પહેલા સિકલસેલ રોગની જરૂરી લેબોરેટરી અને તપાસ કરાવવામાં આવે તો આ રોગનું પ્રમાણ ચોકકસથી ઘટાડી શકાય. ભારત સરકાર ધ્વારા ૨૦૪૭માં સિકલસેલ નાબુદ કરવાનો ધ્યેય નકકી કરવામાં આવેલ છે. જે અંતર્ગત તાલુકામાં સિકલસેલ કાઉન્સેલર ધ્વારા સગર્ભા માતાઓ, શાળાએ જતા, ન જતા બાળકો, કીશોરીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે. જેમાં સિકલસેલ ટ્રેઈટ કે ડીસીઝ માલુમ પડેલ દર્દીઓને તબીબી અધિકારી ધ્વારા જરૂરી સારવાર આપવામાં આવે છે. સિકલસેલ દિવસ ઉજવણી અંતર્ગત ખેડબ્રહમા કુલ ૭૦, પોશીનાના –૨૨ અને વિજયનગરના ૩૪ જેટલા સગર્ભા માતા અને દર્દીઓ મળી કુલ-૧૨૬ જેટલા લાભાર્થીઓએ લેબોરેટરી, તબીબી તપાસની સેવાનો લાભ લીધો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!