AHAVADANG

ડાંગ જિલ્લાનાં સોનગીર ગામના વૃદ્ધ દંપત્તિનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મારા ઘરે દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવશે અને મારા પાકા ઘરનું સપનુ પૂરું કરશે:વૃદ્ધ દંપત્તી.!
દંડકારણ્ય ડાંગની “માં”શબરીનાં જેવી પ્રતીક્ષાની એક ઘટના. દેશના વડાપ્રધાનનો ધ્યેય છે કે, દેશમાં ગરીબ અને વંચિતોને પાક્કા મકાન મળી રહે તેમના પાકા મકાનમાં રહેવાના સપના પૂરા થાય. જેના માટે દેશના વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરી હતી.જેનો લાભ તમામ ગરીબો અને વંચિતોને મળે પરંતુ ડાંગ જિલ્લામાં વાસ્તવિકતા કંઈક અલગ જ જણાઈ રહી છે.ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્ય અને પ્રાકૃતિક ખેતી માટે દેશ દુનિયામાં નામના પામેલ જિલ્લો બન્યો છે. જેની ગાથાઓ ગવાય છે. પરંતુ જિલ્લાનાં વિકાસની ગાથાઓમાં “સૌનો સાથ સોનો વિકાસ” ને બદલે ‘અમારા માણસ અને અમારો જ વિકાસ’ની ગાથાઓ ડાંગ જિલ્લામાં પ્રચલિત થતી હોય તેમ જણાઈ રહી છે.ચોંકાવનારી બાબત એ છે કે, ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સોનગીર ગામમાં રહેતા વૃદ્ધ  દંપત્તીનું ઘર ખરાબ હાલતમાં જોવા મળે છે.આ વૃદ્ધ  દંપત્તીનું ઘર જોઈને લાગે છે આવનાર ચોમાસામાં ઘર વરસાદ તો ના પણ ઝીલી શકે, વાવાઝોડામાં ગરીબ દંપત્તિનું ઘર પડી ભાંગવાની શક્યતાઓ વધારે લાગી રહી છે.કારણ કે, દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રને અડીને આવેલ ડાંગ જિલ્લો ગાઢ જંગલોનો વિસ્તાર ધરાવે છે. જંગલ વિસ્તાર હોવાથી વરસાદ અતિરેક પડતો જ રેહતો હોય છે. વરસાદ વધારે પડવાથી પવનના સુસવાટા સાથે ભારે પવન ફૂંકાય છે. તેથી વર્તમાન ઘરની સ્થિતિ જોઈને લાગે છે કે, આવનાર ચોમાસાનો વરસાદ તો ઘર ઝીલી શકે તેમ નથી. આ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતની બેદરકારી નહી તો શું કહેવાય..? કે પછી ગરીબ વૃદ્ધ દંપત્તિને ઘર બનાવવાની સરકારની યોજનાનો લાભ પણ આપી શક્યા નહી.આહવા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી ડૉ અલ્પના નાયર ચેમ્બરમાંથી બહાર નીકળી ગરીબ લોકોનો વિકાસ કરશે કે પછી ચેમ્બરમાં જ બેસી રહી વિકાસનાં નામ પર વિનાશ વેતરશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.આ બાબતે વૃદ્ધ એવા પવાર ગોવિંદભાઈ જણાવે છે કે, મને પણ પાકું મકાન બનાવવાની, તેમાં ગૃહ પ્રવેશ કરવાની અને જીવન સારી રીતે ગાળવાની ઈચ્છા છે. પણ હું ગરીબ છું મારી ઉંમર પણ વધારે હોવાથી કામ કરી શકતો નથી.ઘરની જરૂરિયાતો પણ મે પૂરી કરી શકતો નથી.તો ઘર ક્યારે બનાવું. સરકાર સહાય કે મદદ કરે તેવી મારી વિનંતી છે.જેમ સુબિર ખાતે  શબરી માતાએ પ્રભુ શ્રીરામની વર્ષો સુધી પ્રતીક્ષા કરી હતી તેમ હું દેશના પ્રધાનમંત્રી આવાસની રાહ જોઉ છું કે, મારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવશે અને મારા પાકા મકાનનુ સપનું પૂરું કરશે. તે માટે મારો અવાજ દેશના પ્રધાનમંત્રી મોદી સુધી પહોંચાડો જેથી મારૂ પાકું મકાનનું સપનું પૂરું કરી શકુ..

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!