GUJARATJETPURRAJKOT

Jetpur: ૬.એપ્રીલે ભા.જ.પા નો ૪૫મો સ્થાપના દિવસ ની જેતપુર જામકંડોરણા માં ઉજવણી કરવામાં આવી

તા.૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા તેમના નિવાસ્થાને ધ્વજ ફરકાવ્યા અને ગામજનોની સાથે જઈને ઘરે ઘરે ધ્વજ લગાવવામાં આવ્યા

જેતપુર શહેર પ્રમુખ રમેશભાઈ જોગી દ્વારા તેમના ઘરે ધ્વજ ફરકાવ્યો અને ભાજપના તમામ હોદ્દેદારો તમામ મોરચાઓ એ ઘરે ઘરે જઈ ને ધ્વજ ફરકાવ્યા

Rajkot, Jetpur: છઠ્ઠી એપ્રિલ ૧૯૮૦ એટલે કે લગભગ ચાર દાયકા પહેલા શરૂ થયેલી ભારતની આ સત્તાધારી પાર્ટીનો ઉદય અને ઇતિહાસ અત્યંત રસપ્રદ અને રોચક છે. તેનાથી કદાચ તેના કટ્ટર સમર્થકો પણ અજાણ હશે. ખાસ કરીને નવી પેઢી. ભાજપ જ્યારે આજે તેનો સ્થાપ્ના દિવસ ઉજવી રહ્યું છે ત્યારે તેના પર એક નજર નાખવી જરૂરી છે.

શ્યામા પ્રસાદ મુખર્જીએ ૧૯૫૧માં જન સંઘની સ્થાપ્ના કરી હતી. આ જન સંઘને ભાજપની જનતા માનવામાં આવે છે. ૧૯૭૭માં અનેક નાની પાર્ટીઓ ભેગી કરીને જન સંઘનો જનતા પાર્ટીમાં વિલય કરવામાં આવ્યો. આ એ સમયગાળો હતો જ્યારે ભારતમાં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાવી બ્હોળો વિરોધ વ્હોરી લીધો હતો. આ સંઘ પણ કાશી સુધીની લાંબી યાત્રા ના ખેડી શક્યો અને ૧૯૮૦માં જનતા પાર્ટીનું પણ સ્વાહા થઇ ગયું.

ત્યારબાદ અટલ બિહારી બાજપેયીના નેતૃત્વમાં કેટલાક જૂના જોગીઓએ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપ્ના કરી. બાજપેયીની ઉદાર હિન્દુત્વવાદી નીતિએ સમાજમાં બહું ઉંડે સુધી પોતાની છાપ છોડી. પણ ૧૯૮૪ના સામાન્ય ચૂંટણીમાં ભાજપનો કરુણ રકાસ થયો. એ પછી ભાજપે કટ્ટર હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો.

વર્ષ ૧૯૮૪થી ૧૯૯૮ સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો આણ્યા પણ કેન્દ્રમાં સત્તા હાસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે એટલી બેઠકો ન આવી. આખરે ૧૯૯૯માં બાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા મળ્યા અને નેશમલ ડેમોક્રેટિક એલાય્નસ (NDA)ની સ્થાપ્ના થઇ. બાજપેયીના નેતૃત્વમાં જ આ સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા.

જેતપુર નાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા અને જેતપુર શહેર પ્રમુખ રમેશભાઈ જોગી નાં માર્ગ દર્શન હેઠળ ઘર ઘર જઈને ધ્વજ લગાવવામાં આવ્યા અને પીએમ નરેન્દ્ર મોદી ના ટીકરો લગાવવામાં આવ્યા કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઓ જોવા મળી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!