JETPURRAJKOT

ઇંડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ઇન્ટરનેશનલ મહિલા દિવસની ઉજવણી કરાઇ

તા.૧૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના પશ્ચિમી ક્ષેત્ર પાઇપ લાઇન્સ વિભાગ દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. IOCL કોલોનીના નંદન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમની થીમ “Digit ALL” નો પ્રચાર કરીને મહિલાઓને હાલ નવીન ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા સમાજના ઉત્થાન માટે આગળ આવવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જેમાં કુલ ૫૦ ઇંડિયન ઓઇલના મહિલા કર્મચારીઓ, IOCLના કર્મચારીના પરિવારની ગૃહિણીઑ તથા મહિલા વર્કરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય મહેમાન શ્રીમતી પ્રીતિ શર્મા (IP &TAFS), જોઇન્ટ મેનેજિંગ ડિયરેક્ટર, PGVCL રાજકોટએ ઊપસ્થિત મહિલાઑને સખત મહેનત અને દ્રઢ નિશ્ચય સાથે પરિસ્થિતિનો સામનો કરીને આગળ આવવા માટે અપીલ કરી હતી. ત્યાર બાદ PDU હોસ્પિટલના મેડિકલ સુપ્રીન્ટેડેન્ટશ્રી આર એસ ત્રિવેદીએ હાલના તણાવભર્યા જીવનમાં પોતાના અને ઘર પરિવારના સ્વાસ્થ્ય માટે કેવી રીતે જીવન જીવવું તેના ઉપર પ્રકાશ પાડયો હતો.

 

ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના માર્કેટિંગ વિભાગના LPG ઓફિસર તરફથી મહિલાઓને ઘરમાં રસોઈમાં ઉપયોગમાં આવતા LPG ગેસના ઉપયોગમાં લેવાનારા સાવચેતીના પગલાં વિશે જણાવાયુ હતું. તથા કંપનીના અધિકારી અને કુશળ ટેક્નિશીયન દ્વારા રસોઈ ગેસમાં નવી પ્રોડક્ટનું સુરક્ષા માટેનું રસપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

અંતમાં રાજકોટના રેડક્રોસ સોસાયટીના ડૉ રહિમ દલ દ્વારા First Aid training યોજાઇ હતી. જેમાં મહિલાઓને ઘરમાં પરિવારમાં કોઈને પણ આકસ્મિક મુશ્કેલીના સમયમાં પ્રાથમિક સારવાર કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

 

ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના પશ્ચિમી ક્ષેત્ર પાઇપલાઇન્સ વિભાગના એકઝીક્યુટિવ ડિરેક્ટરશ્રી મનીષ બોટકે અને ચીફ જનરલ મેનેજર (HR)શ્રી રાજેન્દ્ર પ્રસાદે મુખ્ય મહેમાનો અને મહિલા સાથીઓને કાર્યક્રમનો સફળ બનાવવા માટે આભાર માન્યો હતો.

૦૦૦૦૦૦૦૦૦૦૦

ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની ભરતી માટે ૧૭મી માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે

ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર વાયુ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે મુજબ આ ભરતી પ્રક્રિયામાં અવિવાહિત ભારતીય પુરુષ તેમજ મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ભરતી માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન agnipathvayu.cdac.in વેબસાઈટ ઉપર, તારીખ ૧૭મી માર્ચથી ૩૧મી માર્ચ દરમિયાન થઈ શકશે. અગ્નિવીર-વાયુ માટેની ઓનલાઈન પરીક્ષા તા. ૨૦ મે ૨૦૨૩ના રોજથી શરૂ થશે. તા.૨૬ ડિસેમ્બર ૨૦૦૨થી ૨૬ જૂન ૨૦૦૬ દરમિયાન જન્મેલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં જોડાઈ શકશે. ભરતી માટેની શૈક્ષણિક લાયકાત ૧૦+૧૨માં ૫૦ ટકા – ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ૫૦ ટકા સાથે પાસ – અથવા ડિપ્લોમા એન્જિનિયરિંગ (મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટ ટેક્નોલોજી, ઇન્ફર્મેશન ટેક્નોલોજી)માં ૫૦ ટકા પાસ છે, તેમ મદદનીશ નિયામક (રોજગાર)-રાજકોટની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!