JUNAGADHJUNAGADH CITY / TALUKO

રાજય સરકાર દ્રારા દિવ્યાંગ વ્યક્તિઓના સ્વરોજગાર માટે કામ કરતા શ્રેષ્ઠ નોકરીદાતા – પ્લેસમેન્ટ ઓફીસર્સ દિવ્યાંગ પારિતોષિકો એનાયત કરાશે

તારીખ ૩૦ નવેમ્બર  સુધીમાં રૂબરૂ ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : દિવ્યાંગતા ધરાવતા અંધ, મુક બધિર, રક્તપિત તેમજ અસ્થિવિષયક ખામી અને માનસિક દિવ્યાંગતા ધરાવતા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર માટે રાજય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા – ૨૦૨૩માં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમુનો અત્રેની ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢ ખાતેથી વિનામુલ્યે અરજીપત્રક મેળવી સંપૂર્ણ વિગત ભરી અરજીપત્રક સાથે શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાકતરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ દસ્તાવેજો તેમજ ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટોગ્રાફ બિડાણમાં સામેલ રાખવાનાં રહેશે.
તેમજ નોકરીદાતા અને પ્લેસમેન્ટ ઓફીસર માટેનાં નિયત ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો સાથે સંબંધિત જરૂરી બિડાણો અચુક સામેલ રાખી બે નકલમાં દરખાસ્ત તૈયાર કરી તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં મળી જાય તે રીતે રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢને મોકલી આપવાના રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના સંપર્ક નંબર ૦૨૮૫ ૨૬૨૦૧૩૯ પર  અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢ નો રુબરુ  સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!