GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari : નવસારી સામાજિક વનીકરણ વિભાગ આયોજિત વન્યપ્રાણી ફોટોઝ પ્રદર્શનનો ૧૦ હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ફોરેસ્ટ વિભાગની ટીમે મુલાકાતીઓને વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધનનું મહત્વ સમજાવ્યું રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે  લોકોમાં વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ વધે તથા બાળકો, વિધાર્થીઓ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત નાગરિકો વન્ય પ્રાણીઓ, પક્ષીઓ વિશે વધુ જાણકારી મેળવી શકે તે હેતુથી સામાજિક વનીકરણ વિભાગ નવસારી, સૂપા રેન્જ દ્વારા તા.૬ ઑક્ટોબરથી તા.૮ ઑક્ટોબર સુધી નવસારીના લુંસિકૂઈ ગ્રાઉન્ડમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે  વન્યપ્રાણી પ્રદશનનું આયોજન કરાયુ હતું જેમાં ત્રણ દિવસમાં અંદાજે ૧૦ હજાર લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ અને ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ દ્વારા તા.૬ ઓક્ટોબરના રોજ આ વન્યપ્રાણી ફોટોઝ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડો. કે શશીકુમાર, ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સુરત અને ભરૂચ સર્કલ પ્રદર્શનની મુલાકાત લઈ નવસારી એગ્રી કલ્ચર યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી કોલેજના વિધાર્થીઓને  સંબોધ્યા હતાઅને નવસારી વનવિભાગના સ્ટાફને સુચારુ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
<span;>   ત્રણ દિવસમાં અંદાજે ૧૦ જેટલા મુલાકાતીઓમા શહેરીજનો, પ્રકૃતિ પ્રેમીઓ, નવસારી શો મિલ એસોસિયેશન, યુવાનો સહિત નાગરીકો અને  ૩૦ જેટલી શાળાઓના વિધાર્થીઓએ અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓના ફોટોઝ જોઈને પ્રભાવિત થયા હતા. આ તકે વન વિભાગના કર્મચારીઓએ મુલાકાતીઓ સાથે સંવાદ કરી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું.
<span;> ફોટો પ્રદર્શનમાં અલગ અલગ ૨૦ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે ગુજરાતના ખૂણે ખૂણેથી કેમેરામા ક્લિક કરાયેલા અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓના ફોટોઝની ૧૨૫ જેટલી એન્ટ્રી મોકલી હતી. જેને સામાજિક વનીકરણ વિભાગ નવસારી સૂપા રેન્જ દ્વારા લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રદર્શનમાં કીટકો પતંગિયા,જલ્પાવિત વિસ્તારના પક્ષી, યાયાવર પક્ષી, રણના પક્ષી, શિકારી પક્ષીઓ, ગીધ, સિંહ અને દીપડાનું મનુષ્ય જીવ સાથે તાદાત્મ્ય અને સહજીવન તથા જંગલના અન્ય વન્યપ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સાપના ફોટો આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. છેલ્લા ૩ દિવસમાં દશ હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. મુલાકાતીઓને વન વિભાગ દ્વારા વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ, ઝેરી બિન ઝેરી સાપ વગેરે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. પ્રદર્શનને સફળ બનાવવા મુખ્ય વન સંરક્ષક શ્રી ડો. શશીકુમારના માર્ગદર્શન હેઠળ ડી.સી.એફશ્રી ભાવનાબેન દેસાઈ, આર.એફ.ઓ હિનાબેન પટેલ સહિત ફોરેસ્ટ વિભાગની ટીમ મોનાલીબેન પટેલ, અમીષા બેન પટેલ, ફાલ્ગુની બેન ચૌહાણ, દસરથ ભાઈ પટેલ અને નવલભાઈ ઠાકોર સહિત ટીમે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!