BHUJGUJARATKUTCH

ચૂંટણીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે નિયંત્રણો જાહેર કરાયાં.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ

ભુજ, તા -13 એપ્રિલ  : ભારતના ચૂંટણી પંચ તરફથી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી ચાલશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષ/ઉમેદવારો/કાર્યકરો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટાપાયે કરતા હોય છે. આ લાઉડ સ્પીકરનો ઉપયોગ ફક્ત નિયત મંચ ઉપરાંત ટ્રક, ટેમ્પો, કાર, જીપ, ટેક્ષી, વાન, ત્રણ પૈડા વાળા વાહનો, સ્કૂટરો, રિક્ષા, બળદગાડી, ઉંટગાડી, વગેરે વાહનો ઉપર ગોઠવીને કરવામાં આવે છે. ખૂબ ઉંચા અવાજે પ્રચાર કરતા લાઉડ સ્પીકરો સાથેના વાહનો તમામ માર્ગો, શેરીઓ, ગલીઓમાં ફરતા હોય છે. જેને કારણે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ થાય છે અને આમ જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકર બેફામ અને મનસ્વી રીતે વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવાનું જરૂરી જણાય છે.

કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરાએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧) અંતર્ગત સમગ્ર કચ્છ જિલ્લામાં જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા બાબતે કોઈપણ રાજકીય પક્ષો/ઉમેદવારો/રાજકીય કાર્યકરો/સમર્થકો એ નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં તેમ ફરમાવેલ છે. લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. રાત્રિના ૧૦.૦૦ વાગ્યાથી સવારના ૦૬.૦૦ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. ફરતા વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવી અને લાઉડ સ્પીકર વગાડવા માટે પણ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી તેનો ઉપયોગ કરવાનો રહેશે તેમ પ્રતિબંધાત્મક હુકમો કરેલ છે.

આ હુકમ સરકારી ફરજ પરના વાહનોને, મદદનીશ ચૂંટણી અધિકારી અથવા સક્ષમ અધિકારી પાસેથી તે અર્થે પરવાનગી મેળવેલ વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો અમલ તા.૨૯/૦૪/૨૦૨૪ સુધી કરવાનો રહેશે.

કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનું ભંગ કરનારને ભારતીય ફોજદારી ધારાની કલમક– ૧૮૮ તથા ૧૭૧(ઝ) મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!