જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

મુકેશ પરમાર,,, નસવાડી
જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ વિભાગના સંકલન સમિતિના અધિકારીઓને તેમની કચેરી હેઠળ ચાલતા કામોને વિકાસ કાર્યોને ઝડપી વેગ આપવામાં સૂચન કર્યું હતું. આ બેઠક સાથે ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, કાયદો અને વ્યવસ્થા, એનકોડ સહીતની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા તેમની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે ડી ભગત દ્વારા ગવર્નિંગ બોડીની બેઠકમાં પ્રેઝન્ટેશન દ્વારા કામગીરીની જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેશ ગોકલાણી, નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, પ્રાંત અધિકારીશ્રી સહિતના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






