નસવાડી તાલુકાના કડૂલી મહુડી ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અભેસિંહ તડવી

મૂકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકાના કડૂલી મહુડી ખાતે રૂ.૮.૫૧ કરોડના ખર્ચે સાકાર થનાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ધારાસભ્ય અભેસિંહ તડવી ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ શાળામાં વિદ્યાર્થીઓ માટે ૧૨ ઓરડા, ૨ આચાર્ય રૂમ, ૧ કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, ૧ લેબોરેટરીરૂમ અને એક સ્ટાફરૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પહેલા માળે કુમાર-કન્યાના શૌચાલયની સુવિધા મળશે. સુવિધાયુક્ત આધુનિક શાળા સાકાર થવાથી ડુંગર વિસ્તારના બાળકોને આધુનિક સ્તરનું શિક્ષણ મળશે. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના આંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં રૂ.૮.૫૧ કરોડના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત શાળાનું નિર્માણ કરવામાં આવશે. આ શાળામાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે આધુનિક સુવિધાઓ મળશે. આ આધુનિક શાળામાં બાળકોના ભવિષ્યનું નિર્માણ થશે.આંતરિયાળ ડુંગર વિસ્તારમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની સુવિધા આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી ડૉ.કુબેરજી ડિંડોરનો ધારાસભ્યશ્રીએ આભાર વ્યક્ત કાર્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આનંદભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જશવંતભાઈ પરમાર, ગામના સરપંચ બચુભાઈ, જિ.પંચાયતના સભ્ય, તા.પંચાયત સભ્ય, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યાં હતા




