દરબાર હોલ ખાતે શ્રેષ્ટ શિક્ષક પારિતોષિક વિતરણ – ૨૦૨૫ સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો.

મુકેશ પરમાર,,નસવાડી
ગુરૂઓ વગર સમાજનું ઘડતર અને નિર્માણ શક્ય નથી. શિક્ષક આદર્શ સમાજના નિર્માણની પરિભાષા છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે તેમને સન્માન કરવા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને દરબાર હોલ ખાતે ૫ સપટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ -૨૦૨૫’ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધી હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કક્ષાએ સન્માનિત શિક્ષકોએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે શિક્ષકોને ૫ સમ્પટેમ્બર શિક્ષક દીને ઉપસ્થિત સૌ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો,બાળકો અને તમામ શિક્ષકગણને શિક્ષક દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ વધવા માટે અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષક બાળકોમાં પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે નીડરતા, નિર્ણય શક્તિ અને વ્યક્તિત્વ વિકાસની સાથે આદર્શ ગુણો અને સંસ્કારોનું સિંચન કરે છે.વિદ્યાર્થીના જીવનમાં માતા-પિતાની સાથે શિક્ષકની ભૂમિકા ખુબ મહત્વની છે જે બાળકોના ઉજ્જવળ ભાવિને સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે. છોટાઉદેપુર જિલ્લાનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને શિક્ષણ વિભાગ હરહંમેશ પ્રયત્નશીલ રહ્યું છે એમ જણાવ્યું હતું.આ પ્રસંગે સાંસદશ્રી જશુભાઇ રાઠવા, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા અને અગ્રણી ઉમેશ રાઠવાએ શિક્ષક દિન નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – ૨૦૨૫માં જિલ્લા કક્ષાએ કવાંટ તાલુકાની સિંહાદા પ્રાથમિક શાળાના પટેલ દેવલભાઈ અશોકભાઈ, નસવાડી તાલુકાના સીઆરસી વઘાચના ડિંડોર અર્જનભાઈ સાંકળાભાઈ અને બોડેલી તાલુકાના નવજીવન હાઈસ્કુલ બોડેલીના પંચાલ તેજલબેન નટવરલાલને શાલ ઓઢાડી મોમેન્ટો, પ્રશસ્વીપત્ર સાથે ૧૫ હજારનો ચેક આપવામાં આવ્યો હતો. સાથે તાલુકા કક્ષાએ છોટાઉદેપુર તાલુકામાં હરવાંટ પ્રા.શાળાના રાઠવા અમૃતાબેન ગિરીશકુમાર, ગુનાટા પ્રા.શાળાના પટેલ જિતેંન્દ્રભાઈ મનુભાઈ, કવાંટ તાલુકાના થડગામ પ્રા.શાળાના રાઠવા લક્ષ્મણભાઈ નારણભાઈ, રાયછા પ્રા.શાળાના ડામોર નરેશભાઇ ગલાભાઈ, બોડેલી તાલુકામાં ગડોથ પ્રા. શાળાાના ત્રિવેદી પ્રિયંકાબેન કમળાશંકર, મોરખલા પ્રા.શાળાના વસાવા નિકિતાબેન રમણભાઈ, સંખેડા તાલુકાના ગરડા પ્રા.શાળાના તડવી દીપકભાઈ દલપતભાઈ, લોટીયા પ્રા.શાળાના ગઢવી ભૂમિબહેન વિજયકુમારને મહાનુભાવોએ શાલ ઓઢાડી મોમેન્ટો, પ્રશસ્વીપત્ર સાથે ૫ હજારનો ચેક આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી, જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે કે પરમાર, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખશ્રી, શિક્ષણ વિભાગના અધિકારી – કર્મચારીઓ, સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





