નસવાડી પત્રકાર પર થયેલ ખોટી ફરિયાદ રદ કરવા પત્રકારો દ્વારા ભારે સૂત્રોચાર કરીને મામલતદારને આવેદનપત્ર આપ્યું.

મુકેશ પરમાર,,, નસવાડી
છોટાઉદેપુર જિલ્લામાં સરકારની તિજોરીને નુકશાન પહોચાડી રોયલ્ટી પાસ વગર મોટાપાયે ખનીજની હેરાફેરી ચાલતી અટકાવવા તા: ૧૧/૦૮/૨૦૨૫ ના રોજ સંખેડા તાલુકામાં કલેડીયા ગામ ખાતે ભૂમાફિયા દ્વારા ખાનગી જગ્યામાં ટ્રકો દ્વારા રાત્રિના સમય દરમિયાન માટી ખાલી કરવામાં આવતી હતી અને ટ્રકોનો વધુ પડતો ઘોઘાટ થતા ગ્રામજનોએ પત્રકાર નયનેશભાઈ પ્રકાશભાઈ તડવીને બોલાવેલ અને સ્થળ પર મોટાપાયે માટીનો જથ્થો જોવા મળ્યો હતો જેથી ગામના વ્યક્તિઓએ રોયલ્ટી પાસ માંગતા રોયલ્ટી ના હોવાથી સમગ્ર ઘટનો પર્દાફાશ પત્રકારે કર્યો હતો જેની અદાવત રાખી ભૂ-માફિયા દ્વારા પત્રકાર તડવી નયનેશભાઈ પ્રકાશભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવામાં આવી હતી જેથી આદિવાસીની પ્રકૃતિનો નાશ ના થાય અને પત્રકારો વિરૂધ ષડયંત્ર રચી ખોટી રીતે ફસાવતા સમસ્ત નસવાડી સંઘ દ્વારા નસવાડી મામલતદાર પોહચી તટસ્થ તપાસ થાય અને ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય દાખલો બેસાડવામાં આવે તેવી નસવાડી તાલુકાના પત્રકારોએ માંગ કરી હતી ન્યાય હિતના સમાચારો પ્રસિદ્દ કરી લોકોની અવાજ બની ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવતિઓ પત્રકારો પોતાના જીવનું જોખમ ખેડી સરકારીની તિજોરીને નુકશાન ના થાય તે હેતુથી સમગ્ર ઘટના બહાર લાવતા હોય છે જેથી આવા ભૂમાફિયા પત્રકારોનો અવાજ દબાવવા આ રીતના ખોટી ફરિયાદો કરી તેઓને ડરાવતા હોય છે અને પત્રકારોની સુરક્ષા અને બે નંબર ના ચાલતા માટી ખનન અટકાવવા અને આવા ભૂ-માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા નસવાડી તાલુકાના પત્રકારો દ્વારા સેવાસદન પોહચી “ભૂ-માફિયાઓની તાનાશાહી નહિ ચલેગી નહિ ચલેગી” “પત્રકારો ઉપર ખોટી ફરિયાદ બંધ કરો બંધ કરો” “માટી ખનન કરતા ભૂ-માફિયાઓને જેલમાં ધકેલો” જેવા ભારે સુત્રોચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પત્રકારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.




