GUJARAT

છોટાઉદેપુરની જનતાને ૧૧૨ જનરક્ષક પ્રોજેકટનો લાભ મળશે

મુકેશ પરમાર,, નસવાડી

ગુજરાતના નાગરિકોને ઇમરજન્સી વિવિધ સુવિધાઓ એક જ નંબર પર મળી રહે તે હેતુથી ૧૧૨ જનરક્ષક પ્રોજેકટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રોજેકટ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને ઇમરજન્સીના ગોલ્ડન અવરમાં વિવિધ સુવિધા મળી રહે તે માટે જિલ્લા પોલીસ દળને ૯ નવી ૧૧૨ જનરક્ષક ફાળવવામાં આવી છે. રાજ્યમાં કાર્યરત પોલીસ વિભાગની ડાયલ ૧૦૦, આરોગ્ય વિભાગની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, શહેરી વિકાસ વિભાગની ૧૦૧ ફાયર સેવા, મહિલા અને બાળ વિકાસની અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન, ડિઝાસ્ટર હેલ્પલાઈન ૧૦૭૦, ૧૦૭૭, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇન વગેરે જેવી મહત્વની ઈમરજન્સી સેવાઓ હવે માત્ર ૧૧૨ નંબર ડાયલ કરવા પર મળી રહેશે. જેથી ઇમરજન્સીના ગોલ્ડન અવરમાં નાગરિકોને બચાવી શકાશે. ૧૧૨ જનરક્ષકના લોકેશનની પાસે ૧૦૮નું લોકેશન રહેશે. આ ઉપરાંત ૧૧૨ જનરક્ષકને કોઇપણ પોલીસ સ્ટેશનની સીમા નહી લાગે.ઘટના સ્થળની સૌથી નજીક જે જનરક્ષક ગાડી હશે તે તુરંત ઘટના સ્થળે પહોંચશે. ડાયસ ૧૧૨ રિસ્પોન્સ સેન્ટરમાં કમ્પ્યુટર એઇડેટ ડિસ્પેચ સિસ્ટમ.વોઇસ લોગર, કોલર લોકેશન બેઝ સર્વિસિસ, જનરક્ષક વાનમાં મોબાઇલ ડેટા ટર્મિનલ્સ,વાયરસેલ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી અઘતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામગીરી વધુ પારદર્શક બનશે.આ પ્રસંગે જિલ્લા પોલીસ બેડાના અધિકારીશ્રીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!