કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો ઉત્સાહભેર યોજાયો
મુકેશ પરમાર નસવાડી
છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કવાંટ ગામ ખાતે આજરોજ વિશ્વવિખ્યાત ગેરનો મેળો ઉત્સાહભેર યોજાયો હતો. હોળીના પર્વ પછી ઉજવાતો આ પરંપરાગત મેળો આદિવાસી સંસ્કૃતિ અને લોકપરંપરાનું જીવંત પ્રતિબિંબ માનવામાં આવે છે. જ્યારે મેળામાં છોટાઉદેપુર જિલ્લાની સાથે-સાથે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંપરાગત પહેરવેશમાં સજ્જ યુવકો-યુવતીઓ ઢોલ-નગારા અને વાંસળીના તાલે ગેર નૃત્ય કરતા નજરે પડ્યા હતા. શરીરે સફેદ માટીના ટપકા અને માથા પર મોરપીંછની ટોપી પહેરીને આદિવાસી યુવાનો દ્વારા કરવામાં આવતું ગેર નૃત્ય મેળાનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. મેળા દરમ્યાન ગામમાં મેળાવડો જેવો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકો આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્ય અને લોકસંગીતનો આનંદ માણવા માટે ઉમટી પડ્યા હતા. મેળામાં પરંપરાગત આભૂષણો, લોકવસ્ત્રો અને સ્થાનિક વસ્તુઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા.દર વર્ષે હોળી બાદ ત્રીજા દિવસે યોજાતો કવાંટનો ગેર મેળો આદિવાસી સંસ્કૃતિનો અનોખો ઉત્સવ માનવામાં આવે છે અને દેશ-વિદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે પણ હજારો લોકોની હાજરી વચ્ચે કવાંટ ગામ આદિવાસી રંગ અને લોકસંસ્કૃતિથી ગૂંજી ઉઠ્યું હતું.

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 100.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 45;zeissColor: bright;




