BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વાગરા: ગલેન્ડા ગામની સીમમાં આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં થયેલ ખૂનનો ભેદ ઉકેલાયો, અટાલી નજીકથી ઝડપાયો આરોપી

સમીર પટેલ, ભરૂચ

 

વાગરા તાલુકામાં આવેલા ગલેન્ડા ગામની ગ્રીન પાર્ક સોસાયટીમાં મોબાઈલ જોઈ રહેલા ઈસમ પાસે તેની સામે રહેતા પાડોશીએ મોબાઈલ જોવા માંગ્યો હતો. પરતું તે ઈસમે મોબાઈલ નહિ આપતા સામે રહેતા પાડોશીએ તે વ્યક્તિની છાતીમાં ચાકુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો.આ મામલે દહેજ પોલીસે ગુનો નોંધીને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયો છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગલેન્ડા ગામની સીમમાં ચાલતા બજરંગ એન્ટરપ્રાઈઝ કોન્ટ્રાક્ટમાં કામ કરતો રાજસ્થાનનો 28 વર્ષીય કીરોડીલાલ રામપ્રસાદ મીણા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો હતો. ગતરોજ 25 મી ઓકટોબરના રોજ રાત્રીના આશરે સાડા દસેક વાગ્યાના સમયે કીરોડીલાલ રામપ્રસાદ મીણા પોતાની રૂમમાં મોબાઈલ જોઈ રહ્યો હતો.આ સમયે તેની સામે રહેતા રવિ પપ્પુરામ બૈરવાનાઓ તેની પાસે મોબાઈલ જોવા માગ્યો હતો.પરતું કિરોડીલાલે મોબાઈલ નહિ આપતા બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા રવીએ તેની પાસેના ચપ્પુ(ચાકુ) વડે કીરોડી લાલની છાતીની ડાબી બાજુ ઘા ઝીંકી ભાગી ગયો હતો.

ચાકુના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કિરોડીલાલને 108 મારફતે પ્રથમ વાગરા CHC ખાતે સારવાર માટે લઈ ગયેલાં અને ત્યાંથી ડોક્ટરે વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ રીફર કર્યો હતો.જ્યાં સારવાર દરમિયાન હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.જે અનુસંધાને દહેજ પોલીસ મથકમાં ભારતીય નાગરીક સંહીતા તથા ગુજરાત પોલીસ એકટ સંલગ્ન કલમો મુજબ ખુનનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કરાયા હતા.ગુનાની ગંભીરતાને લઈને દહેજ પીઆઈ એચ.બી. ઝાલા અને પીએસઆઈ સાથે સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવી અલગ અલગ દિશાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા.આ સમયે પીઆઇને માહિતી મળતા આરોપી રવિ પપ્પુરામ બૈરવાનાઓ દહેજ થી ભરૂચ હાઇ-વે ઉપર આવેલા અટાલી ગામ નજીક જીનાલ કંપનીની સામે બાવળી ઓની ઝાડીમાંથી ઝડપી પાડ્યો હતો.

Back to top button
error: Content is protected !!