ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામે વન્યપ્રાણી દીપડો મળીઆવ્યો મૃત હાલતમાં.
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ચીખલી તાલુકાના ગામોના અનેકવિસ્તારો માં અનેક જગ્યાએ રાત્રિ થતાની સાથે વન્યપ્રાણી દીપડો લોકોની નજરમાં દેખાતા હોય છે
ચીખલીતાલુકાના મોટા ભાગના વિસ્તાર પશુપાલન અને ખેતીપર નિર્ભર છે ત્યારે રાત્રી દરમિયાન ખેતીમાં પાણી મૂકનાર ખેડૂતો અને રાત્રિ સમય દરમ્યાન પશુપલકોને વન્ય પ્રાણી દીપડાનો ડર છે ત્યારે આજરોજ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ના ખૂટાડીયા ફળિયા માં દીપડો મૃત હાલત માં મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ રાનવેરીકલ્લા ગામ ના સરપંચ શ્રી નીરવભાઈ બી પટેલ નાઓ જણાવે છે કે સ્થળ પર દીપડાને જોતા એવું લાગે છે કે એમનું ઇલેક્ટ્રિક કરંટથી મૃત્યુ થયું હોય એમ જણાવે છે કારણ કે સ્થળ પર એક સાગનું ઝાડ હતું તેની પર ઉપર સુધી દીપડાના નખ થી સાગ છોલાયેલો હતો અને ઉપર થી 11 કે.વી લાઈન પસાર થાય છે અને દીપડાના આગળ પાછળ ના પગ માં કરંટ લાગ્યા ના નિશાનો જોવા મળ્યા હતા અને મૃતક દીપડો મળી આવ્યા ની વાત વાયુવેગે ફેલાતા રાનવેરી કલ્લા તથા આજુબાજુના ગામે ગામ થી જોવા માટે લોક ટોળા ઉમટી પડ્યા હતા.
ત્યારે રાનવેરી કલ્લા ગામના સરપંચ શ્રી નીરવભાઈ બી પટેલ એ ચીખલી વન વિભાગ ને ટેલીફોનીક જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી મૃત દીપડાનો કબ્જો મેળવી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.