વિજાપુર બસ ડેપો ખાતે ગોગા મહારાજ ના મંદિર ની પ્રતિષ્ઠા કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બસ ડેપો ખાતે ગોગા મહારાજ ના મંદિર ની પ્રતિષ્ઠા નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોગા મહારાજ ના બનાવેલ દેવર મા ગોગા મહારાજ ને પ્રસ્થાપિત કરી શ્લોક અને મંત્રોચાર કરી પ્રતિષ્ઠા કરવા મા આવી હતી. આ પ્રસંગ મા ધારાસભ્ય સીજે ચાવડા તેમજ જીલ્લા પંચાયત ના સભ્ય હર્ષદ ભાઈ પટેલ પૂર્વ કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર તેમજ કનક સિંહ વિહોલ તેમજ બ્રહ્મ ક્ષત્રીય સમાજ ના અગ્રણી પરેશભાઈ રાવલ તેમજ એસટી વિભાગ ના તમામ કામદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિર એસટી વિભાગ મા કામ કરતા ત્રણેય યુનિયન ના કામદારો દ્વારા મંદિર ના દેવર ની પ્રતિષ્ઠા કરવા મા આવી હતી. ડેપો મેનેજર વિજય ભાઈ ચૌધરી તેમજ ધારાસભ્ય સીજે ચાવડા એ પણ પૂજા અર્ચના મા ભાગ લઈ ગોગા મહારાજ ના આર્શીવાદ મેળવ્યા હતા. ઉપસ્થિત જનો ને પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું હતુ.