GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

અસંગઠીત કામદારોની મહારેલી-આવેદન

 

સુરતમાં- અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોનુ ભવ્ય સંમેલન યોજાયુ

 

જામનગર (ભરત ભોગાયતા)

જામનગરના એડવોકેટ અને નોટરી તેમજ રાષ્ટ્રીય મજુર મહાજન સંઘના જનરલ સેક્રેટરી શ્રી પંકજ જોષીએ શ્રમીકોને  અનુરોધ  કર્યો હતો જે અંતર્ગત આજરોજ તારીખ ૧૦ ને મંગળવારે અસંગઠીત ક્ષેત્રના મજદુરોનું સુરત ખાતે મહા સંમેલન યોજાયુ હતુ  આ સંમેલન ની તૈયારીઓ માટે અસંગઠીત ક્ષેત્રના કામદારોના આગેવાનો એ ખૂબ જહેમત ઉઠાવી છે અનેક મીટીંગ યોજી છે તેમ જ સુરતમાં વ્યવસ્થા રેલી બંદોબસ્ત વગેરે અંગે પણ સૌહોદેદારોએ જહેમત ઉઠાવી હોવાનુ પણ શ્રી પંકજ જોષીએ જણાવ્યુ

છે અને ઉમેર્યુ છે કે અસંગઠીત શ્રમિક હિત રક્ષક સમિતિએ માનવ અધીકાર દિવસ એટલે કે દસ ડીસેમ્બર આવતીકાલ મંગળવારના રોજ સુરતમાં યોજાયેલી મહારેલી અભૂતપુર્વ બની રહી હતી

અસંગઠીત ક્ષેત્રના કામદારો પોતાના હક માટે પોતાના અધીકાર માટે પોતાની આર્થીક અને સામાજીક તેમજ પારીવારીક સુરક્ષા માટે એક જુથ થઇ સુરતમાં સવારના દસ વાગ્યા પહેલા પહોંચી અસંગઠીત શ્રમિક અધિકાર માટેની મહારેલીમાં ભાગ લઇ સૌ ની માંગનો અવાજ બુલંદ કરી આ ઐતિહાસીક ક્ષણના સાક્ષી બની સહયોગી બની સક્રીય  ભાગ લેનાર બનીને સૌ સક્રિયતા સાથે ઉપસ્થિત રહેતા અસંગઠિત શ્રમિક હિત રક્ષક સંઘની જહેમત ફળી છે   તેમ શ્રી પંકજ જોષીએ વિગતો આપતા જણાવ્યુ છે

આજે સુરતમાં સંમેલન રેલી સંબોધન વગેરે ઉપરાંત આવેદન પત્ર પણ મુખ્યમંત્રીશ્રીને પાઠવવાનુ સુરત કલેક્ટરશ્રીને અપાયુ હતુ

____________

આવેદન….જેમાં વિષદ છણાવટ છે…………..તે નીચે મુજબ છે…..

મુખ્ય મંત્રી શ્રી.

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

સુરત જીલ્લા કલેક્ટર મારફતે સુરત

વિષય : અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના માનવીય અધિકારોના રક્ષણ અને કલ્યાણ બાબત.

માનનીય શ્રી,

આજે ૧૦ ડીસેમ્બર, માનવ અધિકાર દિવસની ઉજવણી નિમિતે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું સંમેલન સુરત શહેરમાં શ્રમજીવી સેવાલય ખાતે યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બાંધકામ કામદારો, પાવરલુમ અને ટેકસટાઇલ ઉધોગના કામદારો, હીરાઘસુ કામદારો, શહેરમાં પાથરણા પાથરીને તેમજ ફેરી કરીને સ્વરોજગારી મેળવતા શ્રમિકો, ઓટો રિક્ષા ચાલકો, કચરો એકત્રિત કરનારા, સફાઈ કામદારો, ઘરગથ્થુ કામ કરનારા ઘર ઘાટીઓ, પરપ્રાંતીય પ્રવાસી મજૂરો, શેરડી કાપણીના મજૂરો, ખેત મજુરો, વન મજૂરો, ચોકીદારો, કુદરતી સંશાધનો ઉપર આધારિત અને પરંપરાગત રીતે આજીવિકા મેળવતા માછીમારો, મત્સ્ય કામદારો, મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓ, જંગલમાં ટીમરુ પાન અને અન્ય વન ગૌણ પેદાશો એકત્રિત કરતા શ્રમિકો, મનરેગામાં કામ કરતા કામદારો, લઘુ ઉધોગોમાં કામ કરતા શ્રમિકો  તેમજ અન્ય કામદારો  વિગેરેએ ઉપસ્થિત રહીને કામ દરમ્યાન થતું શોષણ અને માનવીય અધિકારોના ઉલ્લંઘન બાબતે પોતાનું બયાન રજુ કર્યું હતું વર્ષ : ૨૦૧૧ સેન્સસના આંકડા મુજબ દેશમાં ૫૪.૪૬ કરોડ (દેશની કુલ વસ્તીના ૪૩.૫%) લોકો કામ કરનારા હતા. તેમાંથી ૫૦.૩૧ કરોડ (૯૧.૮%) લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હતા. ગુજરાતમાં ૨.૪૭ કરોડ (રાજ્યની કુલ વસ્તીના ૪૦.૮૯%) લોકો કામ કરનારા છે અને તેમાંથી ૨.૦૪ કરોડ (૮૨.૮%) લોકો અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી મેળવતા હતા.

દેશની GDP માં અસંગઠિત ક્ષેત્રના કામદારોનો નોંધપાત્ર ફાળો છે. તેમ છતાં મજુર કાયદાઓનું રક્ષણ મળતું નથી. અસંગઠિત ક્ષેત્રના કામદારોની કામની વિશિષ્ટ પરિસ્થિતિને કારણે ઉદ્ભવતા પ્રશ્નોની અને તેઓના મહત્વના મુદ્દાઓની સતત અવગણના થઇ રહી છે. કેન્દ્ર સરકારે ત્રિપક્ષીય લેબર કોન્ફરન્સ અને સંસદમાં ચર્ચા કર્યા વગર ૨૯ મજુર કાયદાઓને રદ કરીને ચાર લેબર કોડ ઘડી કાઢ્યા છે. રદ કરાયેલ કાયદામાં બાંધકામ કામદારોની સલામતી, સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે ઘડાયેલ બાંધકામ કામદારોનો કાયદો-૧૯૯૬ નો પણ સમાવેશ થઇ જાય છે. OHS કોડમાં બાંધકામ કામદારોની સલામતી માટે મર્યાદિત જોગવાઈ કરવામાં આવી છે

આ ચાર લેબર કોડમાં ગ્રામિણ અને શહેરી ક્ષેત્રના અનૌપચારિક ક્ષેત્રના કામદારોની સલામતીની, સામાજિક સુરક્ષાની, રોજગારીના નિયમન, ન્યુનત્તમ આવકની ખાતરીની કોઈ અસરકારક જોગવાઈ નથી. પરંપરાગત રીતે કુદરતી સંશાયનો ઉપર સ્વરોજગારી મેળવતા ગ્રામિણ અને શહેરી કામદારો એ ચાર કોડ માં સમાવિષ્ટ નથી. ગુજરાતમાં મોટાભાગના અસંગઠિત ક્ષેત્રના કામદારો પાસે નોકરીના કોઈ પુરાવા નથી. પગારની ચુકવણી સમયસર થતી નથી. ઇએસઆઈ/પીએફ/ગેજ્યુટી, પ્રસુતિ સહાય/પગાર સાથેની રજાઓ જેવા સામાજિક સુરક્ષાના કાયદાઓનો લાભ કામદારોને મળતો નથી. અત્યંત જોખમી અને બિનઆરોગ્યપ્રદ કામની સ્થિતિમાં કામદારોને કામ કરવાની કરજ પડે છે. તેથી કામદારો છાશવારે અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને વ્યવસાયિક રોગોનો શિકાર બની રહ્યા છે. ગુજરાતમાં લઘુત્તમ વેતન ધારાનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. કામદારો ૧૨ કલાક તનતોડ મજુરી કરે છે ત્યારે લઘુત્તમ વેતન જેટલું વેતન મેળવે છે. ૧૨ કલાક કામ લેવાની ગુજરાતમાં પ્રથા બની ચૂકી છે.

રાજ્યમાં શ્રમ આયુકતની કચેરીમાં મજુર કાયદાઓનું પાલન કરાવનારા અધિકારીઓની અછત છે અને તેને કારણે અધિકારીઓને બે થી ત્રણ જીલ્લાનો ચાર્જ સોંપવામાં આવેલો છે. સરકારી શ્રમ અધિકારી ફરિયાદ નિવારણ માટે જરૂરી તપાસ અને યોગ્ય પગલા લીધા વિના ફરિયાદીને લેબર કોર્ટમાં રીકવરીની અરજી કરવાની ભલામણ કરતા હોઈ વેતન ચુકવણી બાબતની ફરિયાદોનો ઉકેલ આવતો નથી. રાજ્ય સરકારે શ્રમિકો માટે હેલ્પ લાઈન શરુ કરી છે પરંતુ શ્રમિકોમાં તેની જાણકારીનો અભાવ છે. ગુજરાતમાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ સિવાય અસંગઠિત ક્ષેત્રના બોર્ડમાં ખાસ કોઈ યોજના નથી. ભારત સરકાર દ્વારા દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઈ શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી કરવાનું કામ ચાલી રહ્યું છે. દેશમાં ૩૦ કરોડ અસંગઠિત ક્ષેત્રના મજુરો ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધણી કરાવી ચુક્યા છે. જયારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૮,૧૯,૩૮૪ શ્રમિકોની શ્રમિકોની ઈ પોર્ટલ ઉપર નોંધણી થઇ ચુકી છે. ઈ પોર્ટલ ઉપર નોંધાયેલા શ્રમિકો માટે અકસ્માત વીમા યોજના સિવાય અન્ય કોઈ લાભ મળતો નથી. ગુજરાત રાજ્યના અસંગઠિત અને અનૌપચારિક ક્ષેત્રના આશરે બે કરોડ શ્રમિકોની સ્થિતિનું નવેસરથી અવલોકન કરવાની જરૂર છે.

ગુજરાતમાં સુરતનો હીરા ઉધોગ સરકારને કરોડો ડોલરનું વિદેશી હુંડીયામણ કમાવી આપે છે. હીરા ઉયોગમાં હીરાઘસુ કામદારો તેમનું આયખું હીરા ઘસવામાં ઘસી કાઢે છે તેમ છતાં મજુર કાયદાઓના કોઈ લાભ મળતા નથી. સુરત એ આંતરરાજ્ય સ્થળાંતરિત શ્રમિકોનું હબ છે. આંતરરાજ્ય સ્થળાંતરિત શ્રમિકો થકી જ સુરતના તમામ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. સુરતમાં પાવરલૂમમાં કામ કરતા કામદારો નર્કાગારની સ્થિતિમાં કામ કરે છે અને રહે છે. ગુજરાત સરકાર આંતર રાજ્ય સ્થળાંતરિત શ્રમિકોને મજુર કાયદા મુજબ કામના સ્થળે જરૂરી સગવડો, સલામતી, સ્વાસ્થ્યના અને સુખાકારીના પગલાઓ લેવામાં સદંતર નિષ્ફળ નીવડેલ છે. ગુજરાત સરકાર અસંગઠીતક્ષેત્રના ૨ કરોડ શ્રમિકો માટે રૂપિયા ૫/- કરોડ જેટલી રકમ ફાળવે છે. આ મામૂલી રકમ થી ૨ કરોડ અસંગઠીત શ્રમિકોનું કલ્યાણ કેવી રીતે થઈ શકે?

(૧) વૈજ્ઞાનિક પદ્ધતિથી ટાઈમ મોશન સ્ટડી કરી શેરડી કાપણીના કામમાં રોકાયેલા કામદારોના લઘુત્તમ વેતનના દરનક્કી કરવામાં આવે.

(૨) હાલમાં શેરડી કાપાણીના કામદારોને ટન દીઠ ૩૭૫ ચૂકવવામાં આવે છે, પરંતુ લ.વે.ધા, મુજબ ની મજૂરી એટલે કે ટન દીઠ રૂ. ૪૭૬ કામદારોને ચૂકવવામાં આવે.

(૩) શુગર ફેક્ટરીઓનું સહકારિતા ના ઓથા હેઠળ ચાલતા સંગઠિત શોષણ બંધ કરવામાં આવે.

(૪) શેરડી કાપણી ના કામદારો પાસે તેઓને આપેલ પેશગી (એડવાન્સ) ઉપર ઉઘરાવવામાં આવતી દોઢી એટલે કે ૫૦% વ્યાજ બંધ કરવામાં આવે.

(૫) આ કામદારોને આઝાદીના અમૃતકાળ ના વર્ષ માં કાર્યસ્થળે રહેવાની, પાણી, સેનિટેશન વગેરેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.

૬. ઈંટ ભઠ્ઠા ના કામદારો :

૧. વેઠિયા મજુર જેવી પરિસ્થિતિમાં કામગીરી કરી રહેલ ઈંટ ભઠ્ઠાના કામદારોની વેઠ પ્રથા નાબૂદી ધારા હેઠળ કરવામાં આવેલ અરજીઓ પર તંત્ર દ્વારા ગંભીરતાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. બોન્ડેડ લેબર એકટ હેઠળ બોન્ડેડ લેબરનું સર્ટીફીકેટ આપવામાં આવે અને તેઓના પુનઃસ્થાપનના પગલા લેવામાં આવે.

૨. વૈજ્ઞાનિક પદ્ધતિથી ટાઈમ મોશન સ્ટડી કરી નક્કી કરવામાં આવેલ લઘુત્તમ વેતન કામદારોને ચૂકવાય તે તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે. લઘુત્તમ વેતન નો અમલ નહિ કરનાર ઈંટ ભઠ્ઠાના માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે..

૩. ઈંટ ભઠ્ઠામાં કામ કરતા પ્રવાસી શ્રમિકોને સરકારી રાશનનો લાભ આપવામાં આવે.

૪. ઈંટ ભટ્ટા ના કામદારોને કામના સ્થળે રહેવાની, શૌચાલય, પીવાનું પાણી, ઘોડિયાઘર જેવી માનવીય પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટેના પગલા લેવામાં આવે.

૫. ઈંટ ભઠ્ઠામાં કામ કરતા મજુરોના બાળકોને ICDS હેઠળ ની સેવાઓ પૂરી પાડવામાં આવે.

૭. હમાલી કામ કરતા શ્રમિકોની માંગો :

૧. ગુજરાતમાં અનાજ માર્કેટ, ફૂટ અને શાકભાજી માર્કેટ, કપડાં માર્કેટ, ગોડાઉન, રેલવે યાર્ડ, ટ્રાન્સપોર્ટશન વિગેરે સાથે જોડાયેલા આશરે ૫ લાખથી પણ વધુ હમાલી મજૂરોને તેમના કામનો દરજ્જો મળે તે માટે તેમની નોંધણી કરી ઓળખ કાર્ડ આપવામાં આવે.

૨. હમાલી કામદારોને વજન ઊંચકવામાં સરળતા રહે તેવા સાયનો આપવામાં આવે અને તેઓના સ્વાસ્થ્યની નિયમિતપણે ચકાસણી કરવામાં આવે.

૩. હમાલી કામદારોને પીસ રેટ આધારિત ન્યૂનતમ વેતન વિષારીત કરવામાં આવે અને દર વર્ષે બોનસ આપવામાં આવે

૪. મહારાષ્ટ્ર રાજ્યની માફક ગુજરાતમાં માથાડી લેબર બોર્ડ બનાવવામાં આવે અને તેના થકી હમાલીઓને રોજગાર,

વેતન. સામાજિક સુરક્ષા અને કલ્યાણના લાભો સુનિશ્ચિત કરવામાં આવે.

૫. હમાલીઓને કામના સ્થળે શૌચાલય, આરામ કરવાનો શેડ, પીવાનું પાણી વિગેરે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

9માંથી પૃષ્ઠ 7

૧૨. ડોમેસ્ટિક વર્કસ માટે:

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇજેશનમાં ભારત પણ સભ્ય છે,

(1) ILO કન્વેન્શન ૧૭૭ ને ધ્યાનમાં રાખીને કાયદો ઘડી તેમને રક્ષણ આપવામાં આવે. (વીમા સુરક્ષા આપવામાં આવે)

(૨) રાજ્યના તમામ ઘરઘાટી અને ડોમેસ્ટિક વર્કસની નોંધણી ફરજીયાત કરવામાં આવે અને તેઓ માટે ન્યુનત્તમ વેતન જાહેર કરવામાં આવે, અઠવાડિક રાજાના નિયમો લાગુ કરવામાં આવે. જે લોકો ઘરઘાટીને કામ ઉપર રોકે છે તેની નોંધણી લેબર ડીપાર્ટમેન્ટમાં કરવામાં આવે.

(3) ધરઘાટી અને ડોમેસ્ટિક વર્કસ માટે અલાયદું કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે.

૧૩. અગરિયાઓની માંગો :

૧. કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓને મીઠું પકવવા માટે જમીનના પટ્ટાના કાયમી હક્ક આપવામાં આવે અને મીઠાના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે.

૨. મીઠાના સાતત્ય પૂર્ણ અને ગુણવત્તાવાળા ઉત્પાદન માટે દરિયાના ભરતીના પાણી પાઈપ લાઈન કે કેનાલ દ્વારા અગરો સુધી પહોંચતું કરવામાં આવે

૩. અગરિયાઓના સ્વાસ્થ્યના રક્ષણ માટે પગલાઓ લેવામાં આવે

૪. અગરિયાઓને સામાજિક સુરક્ષા અને કલ્યાણના લાભો મળે તે માટે કેરલા, તામિલનાડુની માફક અલાયદું કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે.

૫. સોલાર પંપ સબસીડીની યોજના બંધ કરી છે. પણ જે તે અગરીયાઓએ આના ફોર્મ સબમિટ કરી દીધા હોય તેને માટે સબસીડી રીલીઝ કરવામાં આવે.

૬. વન્ય પ્રાણીઓને ધ્યાનમાં રાખીને હાલમાં અગરિયાઓને તેમના પટ્ટા પર જવા દેવામાં નથી આવતા, તે યોગ્ય નથી. આ શ્રમિકોની રોજી રોટી છીનવાઈ ગઈ છે. તેઓ વન્ય પ્રાણીઓને કોઈ નુકશાન નથી કરતા. તેમની રોજી ફરી ચાલુ કરવામાં આવે.

૧૪. માછીમારો અને મત્સ્ય કામદારો માટે:

૧. દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થતો અટકાવવા અને દરિયાઈ પેદાશો ઉપર નભતા લાખો માછીમારોની રોજગારી ઉપર થતી વિપરીત અસરો અટકાવવા ઉદ્યોગના કેમિકલ યુક્ત અત્યંત દુષિત પાણી દરિયામાં છોડવાનું તત્કાલ બંધ કરવામાં આવે અને આ પ્રકારના દુષિત પાણીને શુદ્ધ કરીને ખેતી અને અન્ય વપરાશ માટે ઉપયોગ કરવાના વિકલ્પો અપનાવવામાં આવે

૨. મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ શ્રમજીવીઓને કામના સ્થળે સલામતી અને સ્વાસ્થ્યલક્ષી પગલાઓ લેવામાં આવે.

૩. મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોને રાજ્ય સરકારે જાહેર કરેલ ન્યુનતમ વેતન મળી રહે તે માટેના પગલાઓ લેવામાં આવે અને દરેક મત્સ્ય કામદારને ઈએસઆઈ, પી.એફ. મેટરનીટી બેનિફિટ, પેન્શન જેવા સામાજિક સુરક્ષાના લાભો સાથે જોડવામાં આવે.

૪. મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા અને સ્વરોજગારી મેળવતા શ્રમજીવીઓના કલ્યાણ માટે અન્ય રાજ્યોની માફક કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે.

૫. માછીમારી માટે ગયેલા અને ગુમ થયેલા માછીમારોને ડેથ સર્ટીફીકેટ મળી શકે અને તેના કુટુંબીજનોને જાહેર થયેલ આર્થિક સહાય મળે તે માટે ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે.

૬. માછીમારી માટે ગયેલા અને પાકિસ્તાનની આડમાં પકડાઈ ગયેલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે તેમને છોડાવવા સરકારે ખાસ પગલા લેવા જોઇએ

૧૫. જંગલ અને વન વિભાગના કામદારો માટે :

૧. ટીમરુ પાન અને ગૌણ વનપેદાશો એકત્રીકરણ કરનારા કામદારોના ભાવમાં વધારો કરો.

૨. વન પેદાશ એકત્રીકરણ કરનારા શ્રમજીવીઓને સામાજિક સુરક્ષાના લાભો આપો.

૩. વનપેદાશ એકત્રીકરણ કરતા શ્રમજીવીઓને સમયસર બોનસ આપો. વનપેદાશ એકત્રીકરણના કામ દરમ્યાન થતા અકસ્માતમાં વળતરની સહાય પૂરી પાડો.

૪. વન વિભાગના રોજમદારોને લઘુતમ વેતન પૂરેપૂરું આપો.

૫. જુના ફેમીલી પેન્શનના લાભ આપવામાં આવે

૬. વન રોજમદારોને સાતમાં પગાર પંચનો લાભ આપી તારીખ ૧-૧-૨૦૧૬ થી એરીયર્સ આપો.

૭. ૨૪૦ દિવસ પુરા કરેલ રોજમદારોને કોન્ટ્રાકટ પદ્ધતિમાં ન લેવા અને ઠરાવનો લાભ આપો.

૧૬. નરેગા કામદારો માટે :

૧. નરેગા કાયદા હેઠળ દરેક રોજગાર વાંચ્છખોને ૨૦૦ દિવસની રોજગારી આપવામાં આવે અને જીવન નિર્વાહ વેતન ચુકવવામાં આવે. વેતનની ચુકવણીમાં થતો વિલંબ દુર કરવામાં આવે. વેતન ચુકવણીમાં વિલંબ માટે જવાબદાર અધિકારીને દંડવામાં આવે.

૨. કામની માંગણી કર્યા બાદ ૧૫ દિવસમાં સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ જાય તો રોજગાર વાંચ્છુઓને તત્કાલ બેરોજગારી ભથ્થું કાયદા મુજબ આપવામાં આવે.

૩. નરેગા કાયદા હેઠળ સોશ્યલ ઓડીટ કરવવામાં આવે..

૪. શહેરી વિસ્તારમાં અસંગઠીત શ્રમિકો માટે મનરેગા યોજના શરૂ કરવામાં આવે …..તેમ વિગતવાર રજુઆત કરાઇ છે તેમ વિગત આપતા રાષ્ટ્રીય  મજુર મહાજન સંઘના જનરલ સેક્રેટરી શ્રી પંકજ જોષીએ વિગત આપતા જણાવ્યુ હતુ અને આ તકે નીચે મુજબના સૌ શ્રમિક આગેવાનો જેમણે આ ભગીરથ કાર્ય માટે જહેમત ઉઠાવી અને આયોજન ને સફળ બનાવ્યુ છે જેમના નામ નીચે મુજબ છે

___________

—-regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Journalist ( gov.accre.)

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!