GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
		
	
	
RSS નું પથસંચલન

રાજકોટમાં ૧૨ અને ૧૯મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન*
…. …..
*૧૨મી જાન્યુઆરીએ વર્ધમાન તથા નટરાજ વિસ્તાર, જ્યારે ૧૯મી જાન્યુઆરીએ મારૂતિ વિસ્તારથી પથ સંચલન નીકળશે*
જામનગર (ભરત ભોગાયતા)
…. …..
આ વર્ષે, જ્યારે *રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ* ની ઉજવણી પૂર્વ તૈયારી થઈ રહી છે, ત્યારે *સંઘ કાર્યના વિસ્તાર, સમાજમાં સજ્જનશક્તિનું જાગરણ, અને વ્યક્તિ નિર્માણ થકી મજબૂત રાષ્ટ્ર નિર્માણ* ના સંકલ્પ સાથે સ્વયંસેવકો ઉત્સાહ અને પરિશ્રમ સાથે કાર્ય કરી રહ્યા છે. રાજકોટ મહાનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૌગોલિક રચનામાં પાંચ વિસ્તારો અને ૩૫ નગર બનાવવામાં આવ્યા છે, જેમાંથી *ત્રણ વિસ્તારો*ના પથ સંચલન આગામી સપ્તાહમાં યોજાશે.
૧૨મી જાન્યુઆરીએ પથ સંચલન – વર્ધમાન અને નટરાજ વિસ્તાર
– વર્ધમાન વિસ્તાર: રાજકોટનો મધ્યભાગ એટલે વર્તમાન વિસ્તાર, જેનું પથ સંચલન ૧૨મી જાન્યુઆરીએ સાંજે ૫:૩૦ કલાકે વસુંધરા સોસાયટીથી શરૂ થશે. માર્ગમાં શ્રી વસુંધરા સોસાયટી, કેનાલ રોડ, જિલ્લા ગાર્ડ ચોક, રામનાથ પરા, ગરૂડની ગરબી, કોઠારિયા નાકા, પેલેસ રોડ, ગુંદાવાડી સહિતના વિસ્તારોમાંથી પસાર થશે.
– નટરાજ વિસ્તાર: રાજકોટનો પશ્ચિમ ભાગ એટલે નટરાજ વિસ્તાર. રાજકોટમાં ઘણા સમય પછી આ વિસ્તારમાં કૌમુદી સંચલન નીકળશે. સાંજ પડ્યા પછી નીકળતા સંચલનને સંઘમાં કૌમુદી સંચાલન કહેવામાં આવે છે. આ કૌમુદી પથ સંચલન ૧૨મી જાન્યુઆરીએ સાંજે ૭:૩૦ કલાકે નાગર બ્રાહ્મણ બોર્ડિંગ અને વિરાણી સ્કૂલથી શરૂ થશે. આ પથ સંચલન ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, જિલ્લા પંચાયત ચોક સહિતના વિસ્તારોમાંથી પસાર થશે.
૧૯મી જાન્યુઆરીએ પથ સંચલન – મારૂતિ વિસ્તાર
– મારૂતિ વિસ્તાર: રાજકોટનો ઉત્તર ભાગ એટલે મારુતિ વિસ્તાર. અહીં ૧૯મી જાન્યુઆરીએ પથ સંચલન સાંજે ૫:૦૦ કલાકે શરૂ થશે. આ પથ સંચલન જંક્શન કો. ઓપ. સોસાયટી, પીડબલ્યૂડી ક્વાર્ટર મેદાન, ઝૂલેલાલ મંદિર, હંસરાજ નગર, જંક્શન, અને સિટી કોલોની વિસ્તારોમાંથી પસાર થશે.
૮ ફેબ્રુઆરીએ લક્ષ્મી વિસ્તારનું સંચલન
– લક્ષ્મી વિસ્તારનું પથ સંચલન આગામી ૮મી ફેબ્રુઆરીએ મવડી નગર વિસ્તાર, બાપા સીતારામ ચોક ખાતેથી રાતે ૯ કલાકે નીકળશે. આ કૌમુદી સંચલનમાં સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ તથા ઘોષ સાથે જોડાશે.
પથ સંચાલનના રૂટ પર ઘોષના તાલે કદમથી કદમ મિલાવતા ગણવેશમાં શોભતા સંઘના સ્વયંસેવકોનું સ્વાગત અને સત્કાર કરવા અનેક સામાજિક સંસ્થાઓ મંડળો તથા સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં એક જ દિવસે બે અલગ અલગ સ્થાનેથી સંચાલન નીકળશે એ એક વિશેષતા હશે.તેમ
જગત વ્યાસ મહાનગર પ્રચાર પ્રમુખ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મો.9428200060 ની યાદી જણાવે છે
_______________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
				




