દેવગઢ બારીયા તાલુકાના ગામની પીડિત મહિલાને તું ડાકણ છે અને તારા લીધે મારી મમ્મીનું મુત્યુ થયું છે તેમ કહી ત્રાસ આપતા હતા
તા. ૨૧. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De. Bariya:દેવગઢબારીયા તાલુકાના ગામની પીડિત મહિલાને તું ડાકણ છે અને તારા લીધે મારી મમ્મીનું મુત્યુ થયું છે તેમ કહી ત્રાસ આપતા હતા
દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાનાં એક ગામના એક બેને કોલ કરીને જણાવેલ કે મારા સસરા અને મારા પતિ બંને જણા ઝગડતા હતા તો હું ઊભેલી હતી અને એટલામાં મારા દિયર આવ્યાને કીધું કે તું ડાકણ છે અને તારા લીધે મારી મમ્મી મુત્યુ પામેલ છે અને એવું કહીને આવ્યા તો મને હાથે પકડીને ઘસેડી લઈ ગયા અને એવું કહે છે કે મારા આંગણામાં થઈને જવાનું નહિ અને મારા દિયર સસરાએ ઘરમાંથી પણ બહાર કાઢી મૂક્યા અમને ઘરમાં રહેવા દેતા નથી અને દરરોજ હેરાન કરે છે. અભયમ ટીમ દ્વારા કાઉસેલિંગ કરી પીડિતા બેનના દિયર અને સસરાને પારિવારિક જવાબદારીઓથી વાકેફ કરેલ છે.તથા સામાજિક અને કાયદાકીય જવાબદારી ભાન કરાવતા પીડિતા બેનના દિયર અને સસરા એ પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે પસી મારા ભાભી,વહુ ને કોઈ પણ પ્રકારનો ત્રાસ નહિ આપું તેની ખાતરી આપી હતી અને પસી દિયર,સસરા અને બહેન વચ્ચે અસરકારક કાઉન્સિલિંગથી પારિવારિક ઝગડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું અને બેન દ્વારા પોતાને મળેલ મદદ બદલ આભાર માન્યો હતો