DahodDAHOD CITY / TALUKO

લુણાવાડા તાલુકાના નાના એવા વિરણીયા ગામે, પાનમકાંઠા વણકર વિકાસ મંડળના ઉપક્રમે રૂપિયા એક કરોડના ખર્ચે નિર્માણ પામનારા વીર મેઘમાયા સાંસ્કૃતિક ભવનનું ભૂમિપૂજન

તા.૦૩. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના એવા વિરણીયા ગામે, પાનમકાંઠા વણકર વિકાસ મંડળના ઉપક્રમે રૂપિયા એક કરોડના ખર્ચે નિર્માણ પામનારા વીર મેઘમાયા સાંસ્કૃતિક ભવનનું ભૂમિપૂજન અને વીર મેઘમાયા સ્મારક સર્કલનું લોકાર્પણ તા.૩૧ મે ૨૦૨૪ના રોજ સંસદસભ્ય ડો. કીરીટભાઈ સોલંકી, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ એસ.ચૌહાણ, મહંત કબીર સંપ્રદાય – મોડાસાના બાલકદાસ બાપુના સાંનિધ્યમાં, ગણ્યમાન મહાનુભાવો – પ્રતિષ્ઠિત સમાજ આગેવાનો અને મોટી સંખ્યાના સમાજબંધુભગીનીની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.પાનમકાંઠા વણકર વિકાસ મંડળ-લુણાવાડાના અધ્યક્ષ રામજીભાઇ એન.વણકર અને મંત્રી રમણભાઈ કે.વણકર સાથે તમામ ટ્રસ્ટી-સદસ્યઓના અથાગ પ્રયાસોના ફલસ્વરૂપે ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ આ કાર્યક્રમ સમસ્ત વણકર વિકાસ ટ્રસ્ટ-જોરાવરનગરના મોવડી શ્રી મુકેશભાઈ પી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે પૂર્વ મંત્રી ગીરીશભાઈ પરમાર, નિવૃત્ત આઈએએસ.અધિકારી ડો.ડી.ડી.કાપડિયા, નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર, ONGC SC/ST યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.જે.પરમાર, ઉત્તર ગુજરાત વણકર સમાજના ડો. અમૃતભાઈ પરમાર અને હરગોવિન્દભાઈ સોલંકી,વણકર સમાજના વયોવૃદ્ધ આગેવાન અર્જુનદાદા, કેળવણીકાર ગોપાલ ધાનકા, નિવૃત્ત શિક્ષણાધિકારી આર.ડી.વણકર, જાણીતા સાહિત્યકારો પ્રેમજીભાઈ પરમાર – ઙો.નરસિંહદાસ વણકર, ખુશાલચંદ્ર રાઠોડ, નરેન્દ્ર વોરા, મયુર ભગત, નથુભાઈ પરમાર સહિત ગુજરાત-સૌરાષ્ટ્રના વણકર સમાજના આગેવાનો સહિત લુણાવાડા પંથકના વણકર સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રારંભે પાનમકાંઠા વણકર વિકાસ મંડળના પ્રમુખ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રામજીભાઇએ સ્વાગત પ્રવચન જ્યારે મંડળની પ્રવૃત્તિઓ વિશેની વિગતવાર માહિતી મંડળના મંત્રી  રમણભાઈ કે વણકરે આપી હતી.આશીર્વચનમાં સંત બાલકદાસ બાપુએ ‘સમાજ વાડીઓ ભલે બનાવે, પણ વાડાઓમાં ન વહેંચાય’ એવી શીખ આપતા કહ્યું કે, દલિત સમાજના સૌ સંતોએ આપણને આધ્યાત્મિકતાની સાથે સ્વનિર્ભરતાના પાઠ પણ ભણાવ્યા છે ત્યારે આ સમાજ શિક્ષિત બની સ્વનિર્ભર બને એમાં જ એનું કલ્યાણ છે. સાંસદ ડો.કીરીટભાઈએ વીરમાયાના ઐતિહાસિક બલિદાનની હકીકતો પર અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપી, કલમથી ક્રાંતિ કરનાર બાબાસાહેબના ચિંધ્યા માર્ગે ચાલવાનો સમાજને અનુરોધ કરી, પાનમકાંઠા વણકર વિકાસ મંડળને પોતાના તમામ સહયોગની ખાત્રી આપી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે બાબાસાહેબની ‘શિક્ષિત બનો,સંગઠિત બનો, સંઘર્ષ કરો’ એ સલાહને દલિતો આજે ગંભીરતાપૂર્વક અનુસરી રહ્યા છે, તેનો એક લોકપ્રતિનિધિ રૂપે આનંદ વ્યક્ત કરીને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પોતે હંમેશા પાનમકાંઠા વણકર સમાજની સાથે છે, તેમ કહ્યું હતું. આ પ્રસંગે સર્વ ગીરીશભાઈ પરમાર, ડો.ડી.ડી.કાપડિયા, જે.જે.પરમાર, અને સમારોહના અધ્યક્ષ મુકેશભાઈ મકવાણાએ પણ પ્રેરણારૂપ વક્તવ્યો આપ્યા હતા.આ કાર્યક્રમમાં પરખ ફાઉન્ડેશનના ઉપક્રમે સર્વશ્રી ગોપાલ ધાનકા, ડો.ડી.ડી.કાપડિયા,પ્રેમજીભાઈ પરમાર અને હરગોવિન્દભાઈ સોલંકીને સમાજરત્ન એવોર્ડથી સાલ-સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરાયા હતા

Back to top button
error: Content is protected !!