ઝઘડિયા એસટી ડેપો ખાતે ડ્રાઇવર કંડકટર તથા સ્ટાફ નું હેલ્થ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું
ઝઘડિયા એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઇવર કંડકટર તથા એસટી ડેપોના સ્ટાફ ની ફરજ લાંબા રૂટના એસટી રૂટો પર હોય છે, તેવા સમયે ડ્રાઇવર કંડકટર દ્વારા સ્ટાફને તેમનો હેલ્થ ચેકઅપ કરવાનો પૂરતો સમય મળતો ન હોય તેવા સ્ટાફનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ થાય તેવા આશય સાથે આજરોજ ઝઘડિયા એસટી ડેપોના ડેપો મેનેજર વિજયસિંહ પુવાર ના પ્રયાસોથી ઝઘડિયા ડેપો ખાતે હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયાના ડોક્ટર ભૂમિ, સુપરવાઇઝર જીતેન્દ્રસિંહ બોડાણા તથા આરોગ્ય કર્મચારી દ્વારા હેલ્થ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, ઝઘડિયા એસટી ડેપોના તમામ કર્મચારીઓ ના બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સિકલસેલ જેવા અલગ અલગ ચેકઅપ કરી તમામને જરૂરી માર્ગદર્શન, સારવાર, દવાઓ પૂરી પાડવામાં આવી હતી. ઝઘડિયા એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા તેમના મેડિકલ ચેકઅપ થયા બાબતની કામગીરીને બિરદાવી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી





