DEDIAPADA

ડેડીયાપાડા – આદિવાસી સમાજ ની મહિલા ને ભીલડી જેવા અપમાજનક શબ્દ બોલાતા મામલો ગરમાયો.

ડેડીયાપાડા – આદિવાસી સમાજ ની મહિલા ને ભીલડી જેવા અપમાજનક શબ્દ બોલાતા મામલો ગરમાયો.

તાહિર મેમણ – ડેડીયાપાડા 01/10/2025 – ડેડીયાપાડા નવરાત્રી ગરબા કાર્યક્રમ દરમિયાન ઓડ સમાજ ના લોકો દ્વારા આદિવાસી સમાજ ની મહિલા ને ભીલડી જેવા અપમાજનક શબ્દ બોલાતા મામલો ગરમાયો આદિવાસી સમાજ દ્વારા પ્રાંત આધિકારી ને આવેદન આપી ને કર્યવાહી કરવાની માંગ કરવામાં આવી આવેદન માં જણાવામાં આવ્યું છે કે પર અમારી આદિવાસી જાતિના લોકો વિરુદ્ધ અમુક લોકો દ્વારા વારંવાર “ભીલા”અથવા “ભીલડીઓ” કહીને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આપ્રકારની અયોગ્ય ભાષા આપણા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે અનેબંધારણપ્રદત્ત અમારા મૂળભૂત અધિકારોનું હનન કરે છે.તા. 30/09/2025 ના રોજ, રાત્રે આશરે 1.30 કલાકે, દેડીયાપાડા ગામે મહાદેવમંદિરે નવરાત્રીના ગરબા કાર્યક્રમ દરમિયાન ઓડ સમાજના કેટલાક પુરુષો તથામહિલાઓ દ્વારા અમારી આદિવાસી સમાજની મહિલાઓ પ્રત્યે “ભીલડીઓ” જેવાઅપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા. અને આ સમાજ ના લોકો દ્વારા

અવારનવાર અનેક જાતિ સાથે આવી વર્તણૂક કરી છે અને એમના દ્વારા ઝઘડાપ્રણ વારંવાર કરવા માં આવે છે અને એમના આગેવાન દ્વારા માફી માંગીસમાધાન કરવામાં આવે છે જેથી એમને પ્રેરણા મળે છે કે છેલ્લે સમાધાન જ થશેબંને એના કારણે એમના માં ભય રહ્યો નથી .આ ઘટના અત્યંત દુઃખદાયક છેઅને સામાજિક સૌહાર્દ તથા ગામના શાંતિપૂર્ણ વાતાવરણ માટે ખતરાપૂર્ણ છે.

અમે સર્વ સમાજના લોકો હંમેશા ભાઈચારા અને શાંતિ સાથે રહેતા આવ્યા છીએ.પરંતુ અમુક અસમાજિક તત્વો વારંવાર આવા શબ્દોનો ઉપયોગ કરીને જાતિભેદઉભો કરે છે. આજે અમારો અપમાન થયો, આવતીકાલે અન્ય સમાજો ની જાતિસાથે પણ જાતિ વિશે આવી ઘટના બની શકે છે અને ગામમાં અશાંતિનુંવાતાવરણ પેદા થશે, જે આપણે ઈચ્છતા નથી.

આથી આપને વિનંતી છે કે –

1. આ પ્રકારના અપમાનજનક વર્તન કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીકરવામાં આવે.2. ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે માટે કડક સૂચના આપવામાં આવે.અમે આદિવાસી ભીલ સમાજ મહેનતકશ, ઈમાનદાર તથા દેશના વિકાસમાંયોગદાન આપનાર એક અગત્યનો સમાજ છીએ. અમને માન અને સન્માન સાથેજીવવાનો બંધારણીય અધિકાર છે.

અપેક્ષા રાખીએ છીએ કે આપ આ ગંભીર બાબત પર તાત્કાલિક કાર્યવાહી કરીયોગ્ય ન્યાય આપશો.તેમ આવેદન માં જણાવામાં આવ્યું છે

Back to top button
error: Content is protected !!