ડેડીયાપાડા ચિકદા ગામે નાલંદા આશ્રમશાળા ખાતે ભાતર યાત્રા કેન્દ્રના સંસ્થાપક અને દેશનાં પુર્વ વડાપ્રધાન ચંન્દ્રશેખરજીની ૧૭મી પુણ્યતિથિ ની ઉજવણી કરાઇ,

ડેડીયાપાડા ચિકદા ગામે નાલંદા આશ્રમશાળા ખાતે ભાતર યાત્રા કેન્દ્રના સંસ્થાપક અને દેશનાં પુર્વ વડાપ્રધાન ચંન્દ્રશેખરજીની ૧૭મી પુણ્યતિથિ ની ઉજવણી કરાઇ,
વાત્સલ્ય સમાચાર
જેસીંગ વસાવા
ભારત યાત્રા કેન્દ્રના સંસ્થાપક અને ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીની 17મી પુણ્યતિથિ ભારત યાત્રા કેન્દ્ર સંચાલિત નાલંદા આશ્રમશાળા ચિકદા તા- ડેડીયાપાડા જિ- નર્મદા ખાતે હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવી જેમાં ભારત યાત્રા કેન્દ્રના સંચાલક ડૉ.કે.મોહન આર્ય, તેમજ સહ સંચાલિકા સરસ્વતીબેન.કે.આર્ય, તેમજ નાલંદા આશ્રમશાળા ની વ્યવસ્થાપિકા ડૉ .ક્રિષ્નાબેન. કે. આર્ય, ગામના વડીલજનો તેમજ આશ્રમશાળા ના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમશાળા ના બાળકો દ્વારા પ્રાર્થના તથા ભજનનું આયોજન કરવામાં આવ્યું. આશ્રમશાળા ના આચાર્ય શ્રી વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ તથા આશ્રમશાળા ના શિક્ષક રોહનભાઈ ચૌધરી એ સંસ્થા ના સંસ્થાપક સ્વ.ચંદ્રશેખરજી વિશે માહિતગાર કર્યા અને સંસ્થા ના સંચાલક ડૉ. કે. મોહન આર્ય એ બાળકોને સંસ્થાના સંસ્થાપક સ્વ. ચંદ્રશેખરજી વિશે વિશેષ માહિતી આપી હતી




