દેડિયાપાડા ખાતે પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર યોજાઈ,

દેડિયાપાડા ખાતે પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર યોજાઈ,
વાત્સલ્ય સમાચાર
જેસીંગ વસાવા : ડેડીયાપાડા
પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેની પદ્ધતિઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આત્મા પ્રોજેક્ટ નર્મદા દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ દેડિયાપાડા તાલુકાના દાભવણ ખાતે યોજાયેલા તાલીમ શિબિર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનાં લાભો, ટેકનિક અને પદ્ધતિઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.
શિબિરમાં પ્રાકૃતિક ખેતીનાં સિદ્ધાંતો, ઝેરમુક્ત ખેતી, જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, ગુણવત્તા, આવક, વેચાણ અને માંગમાં વધારો કરવા માટે પ્રાકૃતિક ખેતી કેવી રીતે વરદાનરૂપ સાબિત થઈ શકે છે તે અંગે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિ વિશેષજ્ઞો તથા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા આપણી ખેતીની સ્થિતિ અને સુધારણા અંગે પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ આ શિબિરમાં હાજરી આપી અને પ્રાકૃતિક ખેતીના લાભો અને પદ્ધતિઓ વિશે વધુ જાણકારી મેળવી
હતી.



