માનવીના જીવનમાં “શિક્ષણ અને આરોગ્ય એ વિકાસનો મજબૂત પાયો” – સાંસદ મનસુખ વસાવા,
કેવડી ગ્રામ પંચાયત ખાતે વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત કાર્યક્રમમાં શિક્ષણ નારી સશક્તિકરણ પર ધ્યાન આપશો તોજ સાચા અર્થમાં આ વિસ્તારના આદિવાસી સમાજનો વિકાસ થશે, : મનસુખ વસાવા
માનવીના જીવનમાં “શિક્ષણ અને આરોગ્ય એ વિકાસનો મજબૂત પાયો” – સાંસદ મનસુખ વસાવા,
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : દેડિયાપાડા
કેવડી ગ્રામ પંચાયત ખાતે વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત કાર્યક્રમમાં શિક્ષણ નારી સશક્તિકરણ પર ધ્યાન આપશો તોજ સાચા અર્થમાં આ વિસ્તારના આદિવાસી સમાજનો વિકાસ થશે, : મનસુખ વસાવા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં “સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ” નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત ચીકદા તાલુકાના કેવડી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે વિકાસ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમની અધ્યક્ષતા ભરૂચ-નર્મદા સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ કરી હતી, જ્યારે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનોએ વિકાસ રથનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં જનતાને સંબોધતા સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, “આદિવાસી સમાજના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી આઈએએસ, આઈપીએસ બની આ વિસ્તાર સમાજનું ગૌરવ વધારશે.” દીકરીઓના શિક્ષણ પર ખાસ વિશેષ ભાર મૂકવાની જરૂરિયાત જણાવી તેમણે ઉમેર્યું કે “નારી સશક્ત હશે તો જ દેશ મજબૂત બનશે.”
સાંસદએ જણાવ્યું કે, આયુષ્માન ભારત કાર્ડ યોજના હેઠળ પ્રત્યેક લાભાર્થીને રૂ.૧૦ લાખ સુધીની વિનામૂલ્યે આરોગ્યની સારવારની સુવિધા મળી રહી છે. સરકાર માતા-બાળ સુરક્ષા, આરોગ્ય, પોષણ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ સફળતાપૂર્વક રાજ્યના અમલમાં મૂકી રહી છે. મિશન મંગલમ જેવી યોજનાઓ મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે, જ્યારે ખીલ ખિલાટ જેવી એમ્બ્યુલન્સની પહેલ થકી બાળક અને માતાની સુરક્ષામાં વધારો થયો છે.
આ અવસરે વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લાભોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કર્યુ હતું. લાભાર્થીઓએ પોતાના સ્વઅનુભવો પણ ઉપસ્થિત સૌ સામે રજૂ કર્યા હતા.
કાર્યક્રમના અંતે સ્વચ્છતાની પ્રતિજ્ઞા સાથે સૌએ “વોકલ ફોર લોકલ” ના મંત્રને આત્મસાત કરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા, બાંધકામ સમિતિ ચેરમેન ખાનસીંગભાઈ વસાવા, કેવડી ગ્રામ પંચાયતના સરપંચ કુંવરજીભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, પ્રાંત અધિકારી જુહી પાંડે, તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞેશ દેસાઈ, સહિત આંગણવાડી બહેનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ
રહ્યા હતાં.