સાગબારાના દેવમોગરા ગામ ખાતે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દ્વારા NSSની વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન કરાયું.

સાગબારાના દેવમોગરા ગામ ખાતે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દ્વારા NSSની વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન કરાયું.
વાતાસ્યમ સમાચાર
જેસિંગ વસાવા : દેડિયાપાડા
ડેડીયાપાડા ના સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દ્વારા આયોજિત NSS વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન દેવમોગરા ગામની શાંત-પ્રકૃતિમય પવિત્ર ધરતી પર ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન કે. પટેલ હાજર રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મોગરામાઈ આશ્રમશાળા દેવમોગરાના પ્રમુખ દુષ્યંતભાઈ વસાવા, પ્રિન્સિપાલ રણજીતભાઈ વસાવા ઉપસ્થિત તથા ગોડદા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રીનાબેન વસાવા હાજર રહ્યા. NSS કોઓર્ડિનેટર સંદિપકુમાર ગાઇન તથા કોલેજ અને આશ્રમ શાળાના અન્ય સ્ટાફ સભ્યોની હાજરીએ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો.
શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે દીપ પ્રાગટય, પ્રાર્થના, શબ્દિક સ્વાગત, પુષ્પ દ્વારા સ્વાગત અને NSS વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યુ. મોગરામાઈ આશ્રમશાળા દેવમોગરાની બાળિકાઓએ પણ સ્વાગત ગીતથી સૌનું મન મોહી લીધું.
અવસરે NSS કોઓર્ડિનેટર સંદિપકુમાર ગાઇને NSSના હેતુઓ, શિબિરની પ્રવૃત્તિઓ, સ્વચ્છતાનું મહત્વ, નશામુક્ત ભારત, સ્વદેશી અપનાવો, સરદાર પટેલની 150મી જયંતિ, રાષ્ટ્રગીત વંદેમાતર ને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી તથા બિરસા મુંડાની જન્મજયંતિ અંગે વક્તવ્ય આપ્યું.
મુખ્ય અતિથિ દુષ્યંતભાઈ વસાવાએ NSSના ભૂતપૂર્વ સેવાકાર્યોની સરાહના કરી શુભકામનાઓ આપી, જ્યારે આશ્રમશાળાના પ્રિન્સિપાલ રણજીતભાઈ વસાવા તથા કોલેજના અધ્યાપકો રીતેશભાઈ પરમાર, સંજયભાઈ પરમાર અને ગૌરવકુમાર ગોયલ દ્વારા માર્ગદર્શક વક્તવ્ય આપવામાં આવ્યું.
કાર્યક્રમના અંતે રમેશભાઈ વસાવાએ આભાર વિધિ કરી અને રાષ્ટ્રગાન સાથે ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ થયો.



