દેવગઢ બારીયા ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રોઝબડ સ્કૂલ ખાતે ખાસ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડૉ.હાર્દિક વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને ચક્ષુદાનના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ડૉ.વ્યાસે ચક્ષુદાન વિષેના મુળ તત્વો તેની જરૂરિયાત તેમજ ડોનેશન પ્રક્રિયા અને સમાજમાં આવા દાન દ્વારા કેવી રીતે જીવન બદલાઈ શકે છે એ વિષે સરળ અને પ્રેરણાદાયક ભાષામાં સમજાવ્યું હતુ. વધુમાં તેમણે સમજાવ્યું કે “મરણ બાદ દાનમાં આપવામાં આવતી આંખો દ્વારા visually impaired લોકો ફરીથી જોઈ શકે છે, જે એ માટે નવજીવન સમાન છે.”આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ અનેક પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસા સંતોષી હતી કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માનવ સેવા તથા ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો
Sorry, there was a YouTube error.
AJAY SANSIAugust 26, 2025Last Updated: August 26, 2025