દેડિયાપાડાથી મોવી રોડ પરના વાહનોના રૂટ કોયલીવાવ નેત્રંગ કટીપાડા કોચબાર થી મોવી નુ ડાયવર્ઝન આપવામાં આવ્યું,
દેડિયાપાડાથી મોવી રોડ પરના વાહનોના રૂટ કોયલીવાવ નેત્રંગ કટીપાડા કોચબાર થી મોવી નુ ડાયવર્ઝન આપવામાં આવ્યું,
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા
મોવીથી દેડિયાપાડા રોડ (એસ.એચ.૧૬૦)નું રીપેરીંગ કામ કરવાનું હોવાથી આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી રૂટ હાયવર્ઝન અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ દેડિયાપાડાથી રાજપીપળા તરફ જતાં વાહનો દેડિયાપાડા-નિવાલ્દા-નિંગટ-કોઈલીવાવ-સીંગલવાણ-જામ્બાર-મોસ્કુવા-થપાવી-સૈજપુર-બેડાકંપની-શણકોઈ-ચંદ્રવાણ થઈ નેત્રંગથી કાંટિપાડા-કોચબાર-કરાઠા-મોવી થઈ રાજપીપળા તરફ જશે.
રાજપીપળાથી દેડિયાપાડા તરફ જતાં વાહનો મોવીથી કરાઠા-કોચબાર- કાંટિપાડા-નેત્રંગ થઈ ચંદ્રવાણ-શણકોઈ- બેડાકંપની- સૈજપુર-થપાવી- મોસ્કુવા-જામ્બાર- સીંગલવાણ- કોઈલીવાવ- નિંગટ- નિવાલ્દા થઈ દેડિયાપાડા તરફ જશે.
આ જાહેરનામાની અમલવારી તા.૦૪/૦૭/૨૦૨૪થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.