DEESA
ડીસાના જોરાપુરા ગામે ઠાકોર સમાજના સામાજિક બંધારણ
જોરાપુરા ગામે ઠાકોર સમાજના સામાજિક બંધારણ પર ઐતિહાસિક સહમતિ ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ, એકતા અને શિસ્તના હેતુસર દિયોદર તાલુકાના ઓગ થળી ખાતે બનાસકાંઠા, પાટણ તેમજ વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું સામાજિક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. આ બંધારણના અનુસંધાનમાં જોરાપુરા ગામે તેનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું છે.જોરાપુરા ગામે આ બાબતે યોજાયેલી મિટિંગ ગામના સરપંચ શ્રી પ્રકાશજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. મિટિંગમાં ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો તથા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામે સમાજહિતને સર્વોપરી રાખીને આ બંધારણને અમલમાં મૂકવા માટે સહયોગ આપ્યો હતો. આ મિટિંગ દરમિયાન સામાજિક બંધારણના અનુસંધાનમાં સમાજ માટે કુલ 16 જેટલા મહત્વપૂર્ણ બંધારણો સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યા હતા. આ બંધારણો સમાજને કુરિવાજોથી દૂર રાખીને સામાજિક શિસ્ત, ધાર્મિક સંસ્કાર, શિક્ષણ, સમાનતા અને સુસંગઠિત વિકાસ તરફ આગળ વધવામાં માર્ગદર્શક બનશે.મિટિંગના અંતે સમાજના આગેવાનો દ્વારા આવનારી પેઢી માટે સંસ્કારયુક્ત, એકતાભર્યો અને પ્રગતિશીલ સમાજ નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોરાપુરા ગામે થયેલું આ બંધારણ અમલીકરણ ઠાકોર સમાજ માટે ઉદાહરણરૂપ અને પ્રેરણાદાયી પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે. રિપોર્ટર - ભરત ઠાકોર ભીલડી






